કહેવાય છે કે: રણવીરનું એક્ટિંગ કનેક્શન જાપાન સાથે છે!
રણવીર સિંઘ ખરેખર એક પરફેક્શનિસ્ટ અભિનેતા છે. તેણે પડદા પર ભજવેલી પ્રત્યેક અને દરેક ભૂમિકાની માલિકી હાંસલ કરી છે અને તાજેતરના વર્ષોમાં સમગ્ર ભારતે જોયેલી કેટલાક શ્રેષ્ઠ અભિનય રજૂ કર્યા છે. બેન્ડ બાજાબારાત, બાજીરાવમાસ્તાની, રામ લીલા, પદ્માવત, ગુલી બોય એ થોડા નામ છે જેમાં તેનો શ્રેષ્ઠ અભિનય જોવા મળે છે તેને આ પેઢીના સૌથી પ્રિય અભિનેતા તરીકે જોવામાં આવે છે.
તે કહે છે, “તેને કળાનો અભાવ કહેવામાં આવે છે. બોલિવૂડમાં અગ્રણી હીરો તરીકે તમને હાજર રહેવાનું શીખવવામાં આવે છે. તેઓ તમને એક ફ્રેમ માટે કહે છે પરંતુ તેતેમને ફ્રેમમાં રહેવાની અને લોકો સમક્ષ દેખાઇ રહેવાની સક્ષમતા શીખવે છે.” રણવીર હંમેશાં પ્રેક્ષકો માટે સ્ક્રીન પર કંઇક નવીન લાવતો અભિનેતા રહ્યો છે અને લાગે છે કે તે તેના અભિનયમાં નવીન ઉર્જા નાખવા માટે કંઇક નવીન કરતો રહે છે.
ગુલી બોયમાં તેમના દંગ કરી દે તેવા અભિનયને વિવેચકો અને પ્રેક્ષકોનો જોરદાર પ્રતિસાદ મળ્યો અને ફિલ્મ એક બ્લોકબસ્ટર બની હતી. રણવીર જણાવે છે કે તે લાંબા સમયથી જાપાની થિયેટરથી પ્રેરિત છે અને તેણે ઝોયાઅક્તારના ગુલી બોયમાં પોતાનો અભિનય કરવા ઉગતા સૂર્યની ભૂમિ પરથી એક નવીન અભિનય તકનીકનો ઉપયોગ કર્યો છે.