કાંકણપુરની શાળાના ત્રણ વિદ્યાર્થીઓએ રોબોટિક સેન્સર કાર બનાવી
કાંકણપુર એમ. જી. શાહ હાઈસ્કૂલે અટલ ઇનોવેશન મિશન હેઠળ રાષ્ટ્રીય લેવલે નામના મેળવી
રોબોટિક સેન્સર કાર બનાવવામાં આવી જેમાં જે માનવ કે પશુ-પક્ષી આડે આવતાજ ઓટોમેટીક થોભી જાય છે.
(તસ્વીરઃ મનોજ મારવાડી, ગોધરા) ગોધરા તાલુકાની કાંકણપુર એમ. જી. શાહ હાઈસ્કૂલમાં રોબોટિક સેન્સર કાર બનાવવામાં આવી જેમાં જે માનવ કે પશુ-પક્ષી આડે આવતાજ ઓટોમેટીક થોભી જાય છે.
સર્વ સજીવ સૃષ્ટિને અકસ્માતથી બચાવવા માટે આ અમૂલ્ય પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવેલ છે.આજના અતિ આધુનિક યુગમાં દરરોજ એક નવી કાર માર્કેટમાં આવી રહી છે જેથી ટ્રાફિકની સમસ્યા પણ અતિ વિકટ છે,ઉપરાંત બેફામ ડ્રાઇવિંગ તેમજ ચાલુ મોબાઇલ ફોન સાથે ડ્રાઇવિંગ ના કારણે સર્વ સજીવોનું અમૂલ્ય જીવન મૂલ્યહીન બની ગયું છે.
રોજ-બરોજના નિષ્કાળજી ના લીધે બનતા અકસ્માતોના દ્રશ્યો જેવા કે કોઈ જાન ગુમાવી રહ્યું છે કોઈ હાથ-પગ ગુમાવી રહ્યું છેતો પછી કોઈ લોહી લેવા માટે દોડી રહ્યું છે આવા દ્રશ્યોને જાેઈને હૃદય દ્રવી ઉઠ્યું અને આ પ્રોજેક્ટ બનાવવા માટે બાળકોને સાથે લઈને દિવસ રાત એક કરી નાખ્યાં.
આ એક એવી રોબોટિક સેન્સર કાર છે કેજે સજીવ તેની આગળ આવતા જ ઓટોમેટીક થોભી જશે જેથી સજીવને પોતાનો જાન ગુમાવવો નહી પડે કે પછી કોઇપણ પ્રકાર નું નુકસાન નહીં થાય.
એમ.જી.શાહ હાઇસ્કૂલ કાંકણપુરમા કાર્યરત અટલ ટીકરીંગ લેબ દ્વારા અટલ ઇનોવેશન મિશન હેઠળ ઇન્ચાર્જ મોહમ્મદ અલી હાથીભાઈ એ શાળાના ત્રણ વિદ્યાર્થીઓ ૧. રબારી પ્રતીક ૨. સોલંકી મનીષ ૩. પરમાર વિવેક સાથે રાખીને આ પ્રોજેક્ટ તૈયાર કર્યો જેનો મુખ્ય ઉદ્દેશ્ય તમામ સજીવોનું અકસ્માતથી રક્ષણ છે.
આ પ્રોજેક્ટને ગુજરાત રાજ્ય લેવલે પ્રથમ ક્રમાંક મળેલ છે.અને રાષ્ટ્રીય લેવલે અમે ભાગ લીધો અમારા આ અમૂલ્ય ઉદ્દેશને ધ્યાનમાં રાખીને રાષ્ટ્રીય લેવલે પણ નામના મેળવી. માર્ગદર્શક તરીકે કુલદીપભાઈ પંડિત તેમજ હાથીભાઈ મોહમ્મદ અલીભાઈએ ભૂમિકા ભજવી હતી.