કાંકણોલ પાસે આવેલ હનુમાનજી મંદિરના મહંત સત્યાનંદગીરી મહારાજનો દેહ વિલય
પ્રાંતિજ: સાબરકાંઠા જિલ્લા ના હિંમતનગર ના કાંકણોલ પાસે આવેલ હનુમાનજી મંદિર ના મહંત પુરમપુજય સત્યાનંદજી મહારાજ ટુંકી માંદગી બાદ પ્રભુ શરણે જતાં મંદિર ના પ્રાંગણ માંજ સમાધિ આપવામાં આવી હતી તો હજારો ની સંખ્યામાં અંતિમ દર્શન માટે ભકતો ઉમટી પડયા હતાં .
હિંમતનગર થી શામળાજી નેશનલ હાઈવે નંબર આઠ પાસેના કાંકણોલ ગામ પાસે હાઈવે ટચ આવેલા હનુમાનજી મંદિરના મહંત પૂ.પૂ.સત્યાનંદજી મહારાજ ટૂંકી માંદગી બાદ પ્રભુ શરણે જતાં તેમને મંદિર ના પ્રાંગણ માં સમાધિ આપવામાં આવી હતી
તો પૂ.બાપૂના દેહાન્ત સમાચાર વાયુવેગે પ્રસરતા અસંખ્ય લોકો તેમના અંતિમ દર્શન કરવા માટે ઉમટી પડ્યા હતા. કરણપુર ગામના પૂર્વ સરપંચ અને સંતો મહંતો ની સેવાના ભેખધારી. અને સમાજ સેવક કાલીદાસભાઈ પટેલ સહિતના અસંખ્ય આગેવાનો એ પૂ.બાપુને ભાવભરી શ્રદ્ધાંજલિ અર્પી હતી.સાબરકાઠા સહિતના સંતો મહંતો મોટી સંખ્યામાં લોકો સત્યાનંદગીર મહારાજની અંતિમ વિધિ માં જોડાયા હતા .