કાંકરિયા ઇન્સ્ટિટ્યૂટ પ્રીમિયર લીગ (KIPL 2021) માં સિનિયર ડીસીએમ અમદાવાદની ટીમ ચેમ્પિયન
વેસ્ટર્ન રેલવે ના અમદાવાદ મંડળ પર કાંકરિયા રેલવે ઇન્સ્ટિટ્યૂટ મણિનગર ખાતે તારીખ 06 થી 14 ફેબ્રુઆરી સુધી ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ, મહિલા ટેનિસ ક્રિકેટ મેચ, રેલવે કર્મચારીઓ માટે તથા તેમના પરિવાર ના સભ્યો માટે 100 મીટર રન, લીંબુ ચમચી, સંગીત ખુરશી જેવી ગેમો નું આયોજન કરવામાં આવ્યું હતું.
જેનું સમાપન 14 ફેબ્રુઆરી ના રોજ થયું જેમાં મુખ્ય અતિથિ વિશેષ ના રૂપ માં ડીઆરએમ શ્રી દિપક કુમાર ઝા અને ડીઆરએમ મેડમ શ્રીમતી પ્રીતિ ઝા અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ માં ક્રિકેટ સિવાય અન્ય ગેમો માં 274 ખેલાડીઓ એ ભાગ લીધો હતો (રેલ કર્મચારી,તેમના પુત્ર/પુત્રી,હસબન્ડ/વાઈફ). ક્રિકેટ માં 24 પુરુષ ટીમ અને બે મહિલા ટીમોએ ભાગ લીધો હતો.
આ કાર્યક્રમ ના આયોજન ની ડીઆરએમ સર અને ડીઆરએમ મેડમે ખૂબ પ્રસંશા કરી હતી અને ડીઆરએમ સરે ઇન્સ્ટિટ્યૂટ માટે 10 હજાર અને ડીઆરએમ મેડમે મહિલા ક્રિકેટ ટીમ માટે 10 હજાર નું ઇનામ જાહેર કર્યું હતું. કાંકરિયા ઇન્સ્ટિટ્યૂટ પ્રીમિયર લીગ (KIPL 2021) માં સિનિયર ડીસીએમ અમદાવાદ ની ટીમ ચેમ્પિયન બની હતી અને લોબી એસબીઆઈ ટીમ રનર અપ રહી હતી.