Western Times News

Gujarati News

કાંકરિયા ઝૂનાં પ્રાણીઓ રૂ.૮૨ લાખથી વધુનું મટન ઝાપટી જશે

અમદાવાદ, મ્યુનિ. સંચાલિત કાંકરિયા ઝૂ અને નોક્ટરનલ ઝૂ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર છે. કોરોનાની સેકન્ડ વેવનો પ્રકોપ ઘટ્યો હોઇ હવે આ બંને ઝૂ તરફનો સહેલાણીઓનો ધસારો વધ્યો છે. દરમિયાન, ઝૂ સત્તાવાળાઓ દ્વારા ઝૂનાં માંસભક્ષી પ્રાણીઓ, પક્ષીઓ અને સરિસૃપ માટે રૂ.૮૨ લાખથી વધુનું મટન ખરીદવાના ચક્રો ગતિમાન કરાયા છે.

આવતીકાલે મળનારી રિક્રિએશનલ એન્ડ કલ્ચરલ કમિટીની બેઠકમાં મ્યુનિ. ઝુ વિભાગ દ્વારા આ બંને ઝૂમાં માંસભક્ષી પ્રાણીઓ, પક્ષીઓ તેમજ સરિસૃપોના ખોરાક માટે દરરોજ તાજુ-બાફેલું મટન, બકરાનું મટન, મરઘીનું મટન, જીવતી મરઘી, મરઘીના જીવતા બચ્ચા અને ઉંડા પૂરા પાડવા માટે ઇ-ટેન્ડર મંગાવાયા હતા.

જેમાં લોએસ્ટ ટેન્ડરર એમ.એ. અંસારી ક્રિયેશનનું ભાવઘટાડા સાથેનું રૂ.૮૨,૮૩,૧૩૦નું ટેન્ડર તંત્ર દ્વારા મંજૂરી કરાયું છે, જાેકે ઝૂનાં પ્રાણીઓ માટે દર વર્ષે લાખો રૂપિયાનું મટન ખરીદાય છે તેમ છતાં સહેલાણીઓ જંગલના રાજા સિંહને જૂના પિંજરામાં માયકાંગલી હાલતમાં જાેઇ આશ્ચર્ય પામે છે.

બીજા અર્થમાં ઝૂનાં માંસભક્ષી પ્રામીઓને સમયસર પૂરતૂ મટન તંત્ર દ્વારા પૂરું પડાય છે કે કેમ તેમ લોકોમાં ચર્ચાઇ રહ્યું છે. સિહં જેવા માંસભક્ષી પ્રાણીઓને અપાતા મટનમાં ખાયકી કરાતી હોવાનું લોકોમાં ચર્ચાઇ રહ્યું છે, જાેકે તંત્રનો તો એવો દાવો રહ્યો છે કે અમારી પાસે મટન વિતરણને લગતા પૂરતા રેકોર્ડ છે એટલે તેમાં કોઇ ગોલમાલ કરાતી નથી.

અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં કાંકરિયા ઝૂના સુપરિન્ટેન્ડન્ટને તંત્ર દ્વારા એક વર્ષનું એક્સ્ટેન્શન અપાયું છે. તેઓ ગત જૂન મહિનામાં વયમર્યાદાના કારણે સેવાનિવૃત્ત થતા તંત્રે મુદતમાં વધારો કરી આપ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.