કાંકરિયા લેકફ્રન્ટ પરિસરમાં ૧૨ સફાઈ કર્મચારી કોરોના સંક્રમિત

અમદાવાદ, અમદાવાદ શહેરમાં કોરોનાના વધી રહેલા સંક્રમણની વચ્ચે કાંકરિયા લેકફ્રન્ટ પરિસરમાં ફરજ બજાવતા ૧૨ સફાઈ કામદાર કોરોના સંક્રમિત થતા તમામ સંક્રમિત કર્મચારીઓને હોમ કવોરન્ટાઈન કરવામાં આવ્યા હોવાનું આધારભૂત સૂત્રોમાંથી જાણવા મળે છે.
છેલ્લા કેટલાક દિવસથી અમદાવાદ શહેરમાં કોરોનાના નવા કેસ નવી સપાટી ઉપર જાેવા મળી રહ્યા છે.દરમ્યાન કાંકરિયા લેકફ્રન્ટ પરિસરમાં ફરજ બજાવતા સફાઈ કર્મચારીઓમાં કોરોના સંક્રમણના લક્ષણ જાેવા મળતા તંત્ર તરફથી તેમના કોરોના ટેસ્ટ કરાવવામાં આવ્યા હતા.સફાઈ કર્મચારીઓ પૈકી ૧૨ સફાઈ કર્મચારીઓનો કોરોના ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવતા તમામને હોમ કવોરન્ટાઈન કરવાનો તંત્ર દ્વારા ર્નિણય લેવામાં આવ્યો હતો.
કાંકરિયા લેકફ્રન્ટ ખાતે કોરોના વેકિસનનો ડોઝ ના લીધો હોય એવા લોકોને પ્રવેશ આપવામાં આવતો નથી.૧૪ જાન્યુઆરીએ ૮૯૩, ૧૫ જાન્યુઆરીએ ૭૪૮,૧૬ જાન્યુઆરીએ ૬૬૩, ૧૮ જાન્યુઆરીએ ૪૧૭ અને ૧૯ જાન્યુઆરીએ ૩૨૬ લોકો એમ છ દિવસમાં કુલ મળીને ૩૦૪૭ લોકો જેમણે કોરોના વેકિસન લીધી નહોતી તેમને પરત મોકલવામાં આવ્યા હતા.
શહેરમાં વધી રહેલા કોરોના સંક્રમણની સ્થિતિમાં ૭૭૩ જેટલા સંજીવની રથ દ્વારા ૧૩ હજાર ઘરોની મુલાકાત લેવામાં આવી છે.ઉપરાંત ધન્વંતરી રથ જે વિસ્તારમાં જાય એ વિસ્તારના કોર્પોરેટરને જાણ કરવાની તંત્રના અધિકારીઓને સ્ટેન્ડીંગ કમિટીની બેઠકમાં સુચના આપવામાં આવી હતી.દરેક ટેસ્ટીંગ ડોમ ઉપર હાલમાં કોરોના ટેસ્ટ માટે ૬૦ કીટ આપવામાં આવે છે અને કયા સી.એચ.સી.સેન્ટરમાં કોરોના ટેસ્ટ કરાશે એ અંગે લોકોને માહિતી મળે એ માટે બોર્ડ મુકવા તંત્રને સુચના આપવામાં આવી હતી.HS