કાંકરીયાથી ચેન્નાઈ અને અંદમાન દ્વિપ માટે પાર્સલ એક્સપ્રેસમાં દૂધની પ્રોડક્ટ્સનું લોડિંગ
દેશ માં લોકડાઉન ની સ્થિતિ માં એક બાજુ જ્યાં પરિવહન ના બધા સાધન બંધ છે જ્યાં ભારતીય રેલવે દ્વારા આ કોરોના સંકટ ના સમયે દેશમાં આવશ્યક વસ્તુઓની સપ્લાય જાળવી રાખવામાં માટે ત્યારે સતત માલગાડીઓ અને ટાઈમ ટેબલ્ડ ટ્રેનો ચલાવાઈ રહી છે. પશ્ચિમ રેલ્વે પર 22 માર્ચ 4 એપ્રિલ સુધી, દૂધ અને દૂધના ઉત્પાદનો, મીઠું, પેટ્રોલિયમ ઉત્પાદનો, ખાતર, અનાજ,સિમેન્ટ, કોલસો અને કન્ટેનર લોડીંગ માં અત્યાર સુધી કુલ 769 રેક નું પરિવહન થઈ ચૂક્યું છે અને 1.61 લાખ ટન નો માલ લોડિંગ થઈ ચૂક્યો છે.
અમદાવાદ મંડળ ના મંડળ રેલ પ્રબંધક શ્રી દીપક કુમાર ઝા એ જણાવ્યું કે અત્યારે લોકડાઉન ના સમય માં અમે આવશ્યક વસ્તુઓ ને પ્રદાન કરી રહ્યા છે જેનાથી દેશ માં વસ્તુઓની સપ્લાય જળવાઈ રહે અને કોઈ પ્રકારની અછત ઉભી ન થાય. અત્યાર સુધી અમદાવાદ મંડળ પર પાલનપુર થી હિંદ ટર્મિનલ(પલવલ) અને કટક માટે RMT રેક માં દૂધ નું લોડિંગ થઈ ચૂક્યું છે. જ્યારે કાંકરિયા થી ભીમસેન(કાનપુર) અને સંકરેલ (કોલકાતા) અને કોરુંક્કુંપેટ (ચેન્નાઇ) માટે દૂધ ની પ્રોડક્ટ્સ અને આવશ્યક વસ્તુઓ નું લોડિંગ થઈ ચૂક્યું છે.
એમના જણાવ્યા અનુસાર જ્યારે આ સમયે લેબર ઉપલબ્ધ નથી અને માલવાહક વાહનો ની અવર જવર નથી આવા સમય માં અમારા અધિકારી શ્રી આશીષ ઉજલાયન, સહાયક વાણિજ્ય પ્રબંધકે ઉલ્લેખનીય કાર્ય કરતા સ્થાનિક પ્રશાસન જોડે નિરંતર સંપર્ક માં રહીને ટ્રકો અને લેબર નો કાંકરીયા અને પાલનપુર શેડ માં આવાગમન માટે મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી.