Western Times News

Gujarati News

કાકાએ ભત્રીજીને ધમકાવી અનેકવાર દુષ્કર્મ આચર્યું

રાજકોટ, ગોંડલ તાલુકાના અને આટકોટ પોલીસ હેઠળ આવતા મોટાદડવા ગામે દુષ્કર્મની ઘટના સામે આવી છે. ગામના જીતેન્દ્ર ગીરધરભાઇ તોગડીયાએ પોતાની કૌટુંબિક ભત્રીજીને બ્લેક મેઇલ કરી વારંવાર શરીર સબંધ બાંધતા ભત્રીજીએ આટકોટ પોલીસમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. પોલીસે આરોપી જીતેન્દ્રની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આરોપી બે બાળકોનો પિતા છે. પાછલા કેટલાક સમયથી મહિલાઓ સામેની અત્યાચાર અને ગુનામાં સતત વધારો થઈ રહ્યો છે.

ઘણા કિસ્સામાં તો બાળકી, યુવતી કે મહિલાના કોઈ કૌટુંબિક વ્યક્તિની જ સંડોવણી બહાર આવતી હોય છે ત્યારે સમાજમાં મહિલા સુરક્ષાની વાત પોકળ સાબિત થઈ રહી હોય તેવું લાગી રહ્યું છે. આવી ઘટનાઓ જાેતા લાગી રહ્યું છે કે ફક્ત કડક કાયદો જ નહીં પરંતુ આપણા સમાજને પણ ઉચ્ચ નૈતિક મુલ્યો બાબતે સુશિક્ષિત કરવાની જરુર છે અને સ્ત્રી માત્ર હવષ સંતોષવાનું સાધન નહીં પણ એક જીવંત વ્યક્તિત્વ તે છે તે પુરુષોએ સમજવાની જરુર જણાઈ રહી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, રાજકોટ ગ્રામ્ય પોલીસ હેઠળ આવતા આટકોટ પોલીસ સ્ટેશનમાં એક પીડિતાએ પોતાના કૌટુંબીક કાકા આઈપીસીની કલમ ૩૭૬ હેઠળ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ નોંધાતાની સાથે જ આટકોટ પોલીસ દ્વારા કૌટુંબિક કાકા એવા જીતેન્દ્ર ગિરધરભાઈ તોગડિયાની અટકાયત પણ કરી લેવામાં આવી છે.

આરોપીનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ તેની ધરપકડ કરવામાં આવશે તેમજ મેડિકલ ચેકઅપ સહિતની પ્રક્રિયા પણ કરવામાં આવશે. મહત્વનું છે કે ભત્રીજી જ્યારે અભ્યાસ માટે બહાર રહેતી હતી ત્યારે કોઈ યુવક સાથે મિત્રતા બંધાઈ હતી. આ અંગેની જાણ કાકાને થઇ જતા નરાધમ કાકાએ આ વાતનો ફાયદો ઉઠાવ્યો અને ભત્રીજીને તેના સંબંધ અંગે પરિવારને કહી દઈશ તેમ બ્લેક મેઇલ કરી વારંવાર શારીરિક સબંધ બાંધ્યા હતા.

આરોપી જીતેન્દ્ર કૌટુંબિક ભત્રીજીને બ્લેક મેઇલ કરી પોતાની સાથે લઈ જતો અને બાદમાં વારંવાર શરીર સંબંધ બાધ્યા હતા. આથી ભત્રીજીએ કાકા જીતેન્દ્ર સામે આટકોટ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. નરાધમ પોતાની દીકરીની ઉંમર જેવડી ભાઈની જ દીકરીને વારંવાર હવસનો શિકાર બનાવતો હતો.

આ ઘટના સામે આવતાં સમાજમાં ફિટકાર વરસી રહ્યો છે. મહત્વનું છેકે થોડા દિવસો પહેલા ગોંડલમાં પણ એક શ્રમિક પરિવારની પરિણીતા પર ચાર નરાધમોએ સામુહિક દુષ્કર્મ આચ્યું હતું. જે ઘટના બાદ પણ અનેકવાર આ નરાધમો પરિણીતા સાથે ધાકધમકીથી દુષ્કર્મ આચરતા રહ્યા હતા. છેવટે પરિણીતા અને તેના પતિએ હિંમત એકઠી કરીને ગોંડલ તાલુકા પોલીસમાં આ મામલે ફરિયાદ નોંધાવી હતી.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.