કાગઠાપીઠઃ ચાવી બનાવવા આવેલા શખ્સો ૧.૬૮ લાખના દાગીના-રોકડા ચોરી કરી ગયા
(પ્રતિનિધિ) અમદાવાદ: કાગડાપીઠ પોલીસની હદમાં રૂપિયા ૧ લાખ ૬૮ હજારની મત્તાની ચોરી થયાની ઘટના બની છે ચાવી બનાવવા આવેલા શખ્સોએ ઘર માલિક પાસે રૂ તથા તેલ મંગાવ્યુ હતું જે લેવા ગયા એ દરમિયાન ચાવી બનાવનાર શખ્સો ઘટનાને અંજામ આપ્યો હતો અને ગણતરીની મિનિટોમાં ત્યાંથી બીજા દિવસે આવવાનો વાયદો કરી રવાના થઈ ગયા હતા.
મુકેશભાઈ પરમાર વિજયનગર મજુરગામ ખાતે રહે છે થોડા દિવસ અગાઉ મુકેશભાઈ ઘરે હતા ત્યારે બે ચાવી બનાવનાર ત્યાંથી પસાર થતા તેમણે તિજાેરીની ચાવી બનાવવા બોલાવ્યા હતા અજાણ્યા શખ્સોએ કબાટના લોકને સરખુ કરતા હોવાનો ડોળ કર્યો હતો બાદમાં તિજાેરીનો મુખ્ય દરવાજાે અડધો બંધ કરી અંદરના ખાનાની ચાવી બનાવા લાગ્યા હતા.
દરમિયાન મુકેશભાઈ પાસે રૂ તથા તેલ મંગાવતા તે રસોડામાં ગયા હતા જયાંથી પરત ફર્યા બાદ પણ ચાવી બનાવનાર શખ્સે લોક ખોલવાનો ડોળ કર્યા બાદ પોતે કાલે સવારે આવીને રીપેર કરી જશે તેવી વાત કરી હતી ત્યાં સુધી તિજાેરીનો દરવાજાે ન ખોલવા સુચના આપી હતી જાેકે બીજા દિવસે તે પરત ન ફરતા મુકેશભાઈને શંકા ગઈ હતી અને તેમણે ડિસમીસ વડે તિજાેરી ખોલતા અંદરના ખાના પણ ખુલ્લા મળ્યા હતા જેમાંથી સોના-ચાંદીના દાગીના, રોકડ રકમ મળી ૧,૬૮,૦૦૦થી વધુની મત્તા ગાયબ હતી દૃશ્ય જાેઈને ચોંકી ગયેલા મુકેશભાઈએ આ અંગે કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.