કાગડાપીઠઃ પતિએ છુટાછેડા આપવા દબાણ કરી પત્ની પર ચાકુ વડે હુમલો કર્યો
અમદાવાદ : કાંકરીયા વિસ્તારમાં રહેતા પતિ પત્ની વચ્ચે કેસ ચાલતો હોઈ કાલે પતિએ પત્નીને વાત કરતા બોલાવ્યા બાદ પરીવાર સાથે મળી ગડદાપાડુનો માર મારી ચાકુ વડે હુમલો કર્યાની ફરીયાદ પત્ની પતિ વિરુદ્ધ નોધાવી છે.
સ્વાતિબેન લેઉવા કાંકરીયાની સૈજન્ય પાર્ક સોસાયટીમાં રહે છે લગ્નના થોડા સમય બાદ જ પતિ પત્ની વચ્ચે મનમેળ ન થતા કોર્ટમાં કેસ ચાલુ હતો દરમિયાન ગઈકાલે સ્વાતિબેનના પતિ તુષારભાઈ લેઉવા જગદીશ સોલા કાંકરીયા કારમા આવીને વાત કરવી છે કરી પોતાના ઘરે લઈ ગયા હતા.
તુષારભાઈના માતા પિતા અને અન્ય પરીવારજનો હાજર હતા સમયે બધાએ સ્વાતિબેનને છુટાછેડા આપી દેવા દબાણ કરતા તેમણે પ્રતિકાર કર્યો હતો જેના પગલે તુષારભાઈ તેમના માતા પિતા ભાઈ ભાભી સહીત ૧૨ લોકો સામે ગડદાપાટુનો માર મારવાનો તથા તુષારભાઈએ સ્વાતિ બેન પર ચાકુ વડે હુમલો કર્યોનો આક્ષેપ તેમણે કર્યો હતો બનાવના પગલે બુમાબુમ થતા લોકોએ વચ્ચે પડીને તેમને છોડાવ્યા બાદ સ્વાતિબેન ૧૦૮ દ્વારા હોસ્પીટલમાં પોતે પહોચ્યા હોવાનુ જાણવા મળ્યુ છે.
બીજી તરફ તુષારભાઈની માતા તરુલતા બેને પણ સ્વાતિ તથા તેના પરીવાર વિરુદ્ધ મારમારી કરવાની ફરીયાદ નોધાવતાં કાગડાપીઠ પોલીસે તપાસ હાથ ધરી છે.