કાગડાપીઠ અપહરણકાર હજુ પકડાયો નથી, ત્યાં શહેરમાંથી બે બાળકો અને એક બાળકીનું અપહરણ
કાગડાપીઠ બાપુનગર અને ઈસનપુર પોલીસમાં ફરિયાદ નોંધાઈ |
અમદાવાદ : શહેનાં સૌથી વધુ ભીડવાળા ગીતા મંદિર વિસ્તારમાંથી આશેર અઠવાડીયામાં અગાઉ એક ચાર વર્ષના બાળકનું અપહરણ કરવામાં આવ્યુ હતુ મીડીયામાં હોબાળો જાગ્યો બાદ પોલીસે તેની સઘન શોધખોળ કરતા ચાર વર્ષીય શુભમ નામનુ બાળક સુરત રેલ્વે સ્ટેશન ખાતેથી મળી આવ્યુ હતુ.
જેના ઉપર સફાઈ કામદારનું ધ્યાન જતા તેણે ચાઈલ્ડ કેરનો સંપર્ક કરતાં તેને અમદાવાદ પરત લવાયો હતો આ ઘટનામાં અપહરણકાર હજુ પોલીસને પહોચથી દૂર છે જેને શોધવા પોલીસ આકાશ પાતાળ એક કરી રહી છે આ બનાવ તાજા જ છે ત્યા જ વધુ ત્રણ વિસ્તારમાંથી સગીર વયનાં બાળકોનાં અપહરણની ફરીયાદો નોંધાતા ચકચાર મચી છે આ ત્રણેય બાળકોમાં બે છોકરા તથા એક છોકરીનો સમાવેશ થાય છે.
અમદાવાદ શહેરમાં એક જ દિવસમાં ત્રણથી ચાર બાળકોનાં અપહરણ ફરીયાદો નોંધાતા પોલીસ પણ ચોંકી ઉઠી છે અને ઉચ્ચ અધિકારીઓએ આ બાબતે તાત્કાલીક પગલા લેવા આદેશ આપ્યા છે.
ઈસનપુરની સ્નેહકુંજ સોસાયટીમાં રહેતા રાકેશભાઈ સંતાન ૧૧ વર્ષનનો પુત્ર તથા ૧૬ વર્ષીય પુત્રી તનીષા છે રાકેશભાઈનાં પત્નીનું થોડા સમય અગાઉ બિમારીમાં મૃત્યુ થયા બાદ પોતે જ બંને સંતાનનો ઉછેર કરતા હતા કેટલાક દિવસ અગાઉ દસ ધોરણ ભણેલી તનીષા સવારે સ્કુલબેગ લઈને બહેનપણીને ત્યા ભણવા જવાનું કહીને નીકળી હતી જા કે મોડી રાત સુધી તે પરત ન ફરતા રાકેશભાઈ તેની શોધખોળ શરૂ કરી હતી તેમ છતાં તનીષા કયાય ન મળી આવતા તેમણે પોલીસ ફરીયાદ કરી છે.
દાહોદમાં ધાનપુર તાલુકા રહેતા માવસિગભાઈ મોહનીયા મજુરી કરી પરીવારનું ગુજરાત ચલાવે છે તેમને સંતાનમાં પાચ દિકરા છે જેમનો ૧૫ વર્ષીય અનીલ ગાંધીનગર મોટા ચિલોડા ખાતે ઓમ લેન્ડમાર્ક શાળામાં આઠમાં વેકેશન હોવાથી અનીલ માતાપિતાને મદદ કરવા દાહોદ ખાતે ઘરે ગયો હતો.
તેનુ વેકેશન પુરુ થતાં કાકા ખુમાભાઈ અનીલને અમદાવાદ ગીતામંદિર એસટી બસ સ્ટેન્ડ ખાતે મુકી આવ્યા હતા જા કે રાત્રે માવસીગભાઈએ અનીલની ભાઈ મેળવવા શાળાના હોસ્ટેલમાં ફોન કરતાં તેમણે તે આવ્યો હોવાનો ઈન્કાર કર્યો હતો જેથી તાબડતોડ માવસીગભાઈ પરીવાર સહીત ગીતામંદિર ખાતે આવી શોધખોળ કરી હીત જા કે તેમા કોઈ સગડ ન મળતા છેવટે કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં અનીલના અપહરણની ફરીયાદ નોધાવી છે.
જ્યારે બાપુનગરમાં સુદરમનગર નજીક અન્સાર નગરમાં રહેતા ઈરફાન ખાન પઠાણ (૨૫)એ ફરીયાદ નોધાવી છે કે તેઓ પાચ ભાઈ તથા ચાર બહેનો છે જેમાં શાહરુખખાનની ઉમર ૧૪ વર્ષની છે કેટલાંક દિવસ અગાઉ શાહરૂખ રાત્રે જમીને ઘર બહાર આટો મારવા ગયો હતો જા કે મોડી રાત સુધી પરત ન ફરતા ઈરફાનભાઈ તેને શોધવા નીકળ્યા હતા જા કે તે મળી આવ્યો ન હતો
અગાઉ પણ એક વખત શાહરૂખ આ રીતે ઘરેથી ભાગી જતો રહ્યો હતો જેથી પરત આવી ગયો હતો જેથી પરત અઆવી જશે તેમાની બધા સુઈ ગયા હતા. પરતુ બીજા દિવસે પણ તે પરત ન ફરતા ચિતિત પરીવાર તેને શોધવા નીકળ્યો હતો પરતુ તેનો કોઈ પત્તો ન લાગતા છેવટે પોલીસ ફરીયાદ કરવામા અઆવી છે.