કાગળો કે મોબાઈલ નહીં હોય તો પણ તમારૂ ચલણ કપાશે નહિં
નવી દિલ્હી: વાહન ચાલકો માટે એક ખુશખબર આવી છે. જો તમે તમારી પાસ ગાડીના કાગળો ન હોય તો પણ તમે (ટ્રાફિક ચલણથી બચી શકો છો. વાહન વ્યવહારની કચેરી તરફથી એક નવો સર્ક્યુલર જારી કરવામાં આવ્યો છે. નવી મોટર વેહિકલ કમિશન (મોટર વાહન અધિનિયમ) ની અંતર્ગત હાલમાં જ તમામ પ્રકારના મોટર વ્હીકલને લગતાં દંડ ડબલ કરી દેવામાં આવ્યા છે.
હવે રસ્તા પર વાહન ચલાવતાં ટ્રાફિક પોલિસ તમારી પાસે વાહનના દસ્તાવેજ જેવા કે ઈન્સયુરન્સ, પીયુસી, લાયસન્સ માંગે તો તમારે તે બતાવવા જરૂરી છે. અથવા તમે ડીજીલોકર, એમ. પરિવહન નામની એપ તમારા સ્માર્ટ ફોનમાં નાખીને આ તમામ દસ્તાવેજો તેમાં રજીસ્ટર્ડ કરીને તમે બતાવી શકો છે.
ટ્રાન્સપોર્ટ મિનીસ્ટ્રીએ (Ministry of Road Transport and Highways, Government of India @MORTHIndia) એક સરક્યુલર જારી કર્યો છે તેમાં જણાવ્યા પ્રમાણે પોલિસ ચલણ કાપતાં પહેલા તેની પાસેના સ્માર્ટ ફોન કે અન્ય ડિવાઈઝમાં વાહનની જરૂરી માહિતી જાતે મેળવી લેવાની રહેશે પછી જ તે ચલણ કાપી શકશે.
રસ્તે જતાં તમારી પાસે વાહનના ઓરીજનલ કાગળો ન હોય અથવા તમારી પાસે મોબાઈલ ફોન પણ ન હોય તેવા સમયે પોલિસ તમને પકડે તો તમારે ગભરાવવાની જરૂર નથી. કારણ કે તમારી પાસે સ્માર્ટ ફોન નથી તો પોલિસ તેમની પાસેના સ્માર્ટ ફોનમાં અથવા તેમની પાસેના ઉપલબ્ધ કોમ્પ્યુટર કે આઈ.પેડ પર એમ. પરિવહન એપમાં તમારો નંબર નાંખીને તમારા દસ્તાવેજોની ચકાસણી કરી શકે છે અને તમે મોટા દંડમાંથી ઉગરી શકો છો.