કાચા તેલમાં આંતરરાષ્ટ્રીય બજારમાં ભારે ધટાડો નોંધાયો
નવીદિલ્હી, કાચા તેલના આંતરરાષ્ટ્રીય બજારમાં ભારે ઘટાડો જાેવા મળ્યો જાણકારોના જણાવ્યા અનુસાર યુરોપમાં કોરોના મહામારીના ફરીથી ફેલાવવા અને તેને કારણે અનેક દેશોમાં લાગુ કરવામાં આવેલ કડક લોકડાઉન તેના મુખ્ય કારણો છે પહેલાથી જ ગંભીર થઇ ચુકેલ તેલ કારોબારના સંકટમાં નવો માર પડયો છે.
એક નવા રિપોર્ટ અનુસાર ઓકટોબરમા ંતેલની કીંમતો પાંચ મહીનાના સૌથી ન્યુનતમ સ્તર પર રહી માર્ચથી વિવિધ દેશોમાં લાગુ થયેલ લોકડાઉન બાદ એપ્રિલમાં તેલની કીંમતો ઇતિહાસના સૌથી ન્યુનતમ સ્તર પર પહોંચી ગઇ હતી મેથી તેમાં સુધારના સંકેત જાેવા મળ્યા હતાં પરંતુ ઓકટોબરમાં સંકટ વધુ ઘેરાયુ હતું.
ઓકટોબરના અંતિમ કારોબારના દિવઅસેઆ કીમત સરેરાશ ૩૫ ડોલર પ્રતિ બેરલ સુધી આવી ગઇ હતી તેલ કારોબાર પર નજર રાખનાર વેબસાઇટ ઓયલ પ્રાઇસ કોમ અનુસાર હાલ આ સ્થિતિમાં સુધારની સંભાવના નથી તેથી શકય છે કે તેલ ઉત્પાદક દેશોના સંગઠન ઓપેક હાલ જેટલા તેલ ઉત્પાદન કરી રહ્યાં છે બની શકે છે કે વર્ષ ૨૦૨૧ સુધી તેમાં પણ કાપ કરવો પડે.
નિષ્ણાંતો અનુસાર કાચા તેલના બજારમાં મંદીને કારણે આ વર્ષ રોકાણ લગભગ ૩૫ ટકા ઘટી ગયું છે તેનાથી જે માર પડી છે તેનાથી તેલ ઉદ્યોગ આવનારા અનેક વર્ષો સુધી નિકળી શકશે નહીં. પેરિસ ખાતે સંસ્થા ઇટરનેશનલ એનર્જી એજન્સી આઇઇએએ કેટલાક દિવસ પહેલા વિશ્વ ઉર્જા રોકાણ રિપોર્ટ પ્રકાશિત કર્યો હતો. તે અનુસાર તેલ અને ગેસ ક્ષેત્રમાં રોકાણમાં કાપ હાલ એક સ્થાયી સચન બની શકે છે મહામારીએ સંકટને વધુ ધેરૂ બનાવ્યું.HS