Western Times News

Gujarati News

કાચા માલની આયાત પ્રતિબંધને કારણે સ્ટેઈનલેસ સ્ટીલના ભાવો આસમાને

એન્ટી-ડમ્પિંગ અને કાઉન્ટરવેઈલિંગ ડ્યૂટીઝ અંગે હોટ રોલ્ડ અને કોલ્ડ રોલ્ડ સ્ટેઈનલેસ સ્ટીલ વચ્ચેનો અનિયમિતતાના તફાવતથી નુકસાનકારક બજાર પ્રતિક્રિયા સર્જાઈઃ ક્રોમેની સ્ટીલ્સ

અમદાવાદ, એન્ટી-ડમ્પિંગ અને કાઉન્ટરવેઈલિંગ ડ્યૂટીઝ વસૂલતી વખતે સ્ટેઈનલેસ સ્ટીલ પ્રોડક્ટ કેટેગરાઈઝેશનમાં પ્રવર્તતી કેટલીક વિસંગતતાઓ તરફ ધ્યાન આપવા ક્રોમેની સ્ટીલ્સ પ્રાઈવેટ લિમિટેડે સત્તાવાળાઓને વિનંતી કરી છે.

હોટ-રોલ્ડ પ્રોડક્ટ્સ અને કોલ્ડ-રોલ્ડ પ્રોડક્ટ્સની આયાત પર સીધેસીધી એન્ટી-ડમ્પિંગ અને કાઉન્ટરવેઇલિંગ ડ્યૂટી અન્યાયી છે, કારણ કે બંને તેમની એપ્લિકેશન, ઉત્પાદન માળખા, વિશિષ્ટ પ્રક્રિયા મશીનરી અને કસ્ટમ વર્ગીકરણના સંદર્ભમાં સંપૂર્ણપણે અલગ ઉત્પાદનો છે.

આ વિશે ટિપ્પણી કરતાં ક્રોમેની સ્ટીલ્સના ડિરેક્ટર શ્રી પ્રતીક શાહે જણાવ્યું હતું કે “હોટ રોલ્ડ અને કોલ્ડ રોલ્ડ સ્ટેઈનલેસ સ્ટીલ તકનીકી અને વ્યાપારી ધોરણે જુદા જુદા ઉત્પાદનો છે. ઉદાહરણ તરીકે, હોટ-રોલ્ડ કોઇલ્સ બનાવવા માટે, એક ભઠ્ઠી હોવી જરૂરી છે અને ગરમ રોલ્ડ એસ.એસ. 1,700˚F કરતા વધારે જેટલા ખૂબ જ ઊંચા તાપમાને રોલ-પ્રેસ્ડ કરવામાં આવે છે જ્યારે કોલ્ડ રોલ્ડ કોઇલ બનાવવા માટે ફક્ત કોલ્ડ રિડક્શન મિલ્સની જરૂર હોય છે,

જ્યાં મટિરિયલને (રૂમ ટેમ્પરેચર પર) ઠંડુ પાડવામાં આવે છે અને પછી તેના પર એનીલિંગ અને/અથવા ટેમ્પર્સ રોલિંગ કરવામાં આવે છે. વપરાશની બાબતમાં પણ બંને ઉત્પાદનો અલગ પડે છે. આશ્ચર્યજનક છે કે અગાઉ સત્તાવાળાઓએ આ ઉત્પાદનોને જુદા જુદા ઉત્પાદનો તરીકે માન્યા હતા, પરંતુ હાલમાં તેઓ ખોટી રીતે એકસમાન ગણવામાં આવી રહ્યા છે, જેનાથી બજારમાં નુકસાનકારક અને અનિયંત્રિત વિકૃતિઓ સર્જાઈ છે.”

તેમણે ઉમેર્યું હતું કે “આ સંપૂર્ણ એન્ટી-ડમ્પિંગ ડમ્પિંગ અને કાઉન્ટરવેઇલિંગ ડ્યૂટીએ કાચા માલની આયાત પ્રતિબંધિત રૂપે ખર્ચાળ બનાવી દીધી છે, પરિણામે દેશમાં કાચા માલની અછત સર્જાઈ છે. પુરવઠાના આ અભાવથી સ્ટેઈનલેસ સ્ટીલ ઉદ્યોગમાં એક પ્રકારની પાયમાલી સર્જાઈ છે. સ્ટેઈનલેસ સ્ટીલના ભાવો આસમાને પહોંચી ગયા છે; માર્ચ 2020માં જેનો ભાવ કિલોએ રૂ. 132 હતો

તે નવેમ્બર, 2020માં વધીને કિલોએ રૂ. 187 થઈ ગયો છે જે નવ મહિનામાં 42 ટકાનો વધારો દર્શાવે છે. આની સૌથી ખરાબ અસર હજારો રોજગાર પેદા કરતા એમએસએમઇ પર પડી છે. ટેરિફ-પ્રેરિત કાચા માલના ઊંચા ભાવોને લીધે, તેઓ લાચાર છે અને વ્યવસાયો બંધ કરવાના આરે છે. ક્રોમેની સ્ટીલ્સે એમએસએમઇની ફરિયાદોને ધ્યાનમાં લેવા અધિકારીઓને નમ્ર અપીલ કરી છે, કારણ કે ડાઉનસ્ટ્રીમ સેગમેન્ટ્સ પર નભતા સેંકડો લોકોની આજીવિકા જોખમમાં મુકાયેલી છે.”


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.