કાચા માલની કીંમતોમાં વધારાથી નાના ઉદ્યમીઓ દબાણમાં આવ્યા
નવીદિલ્હી: ઔદ્યોગિક કાચા માલની કીમતોમાં સતત થઇ રહેલ વધારાથી નાના ઉદ્યમી દબાણમાં આવ્યા છે પોલિમર્સ,કોપર સ્ટીલ પેકેજિંગ મેટેરિયલના ભાવમાં ગત છ મહીનામાં ભારે ઉછાળથી નાના ઉદ્યમીઓના ઉત્પાદન પર અસર પડી રહી છે વિવિધ પ્રકારના કાચા તેલના ભાવ વધવાથી એસી ફ્રિઝ કુલર જેવી વસ્તુઓ પણ મોંધી થઇ શકે છે પ્લાસ્ટિક વસ્તુઓનું નિર્માણ કરનાર નાન ઉદ્યમિઓએ કહ્યું કે તે કાચા માલાના રૂપમાં વિવિધ પ્રકારના પોલિમર્સનો ઉપયોગ કરે છે તેની કીંમતોમાં ગત આઠથી ૧૦ મહીનામાં ૪૦થી ૧૫૫ ટકાનો વધારો નોંધોય છે.
કાચા તેલની કીમતોમાં આ વધારાના કારણે તેમને ઉત્પાદન ઓછું કરવું પડી રહ્યું છે તેમની પાસે કાચા માલની ખરીદદારી માટે રોકડની પણ કમી થઇ રહી છે ઓલ ઇન્ડિયા પ્લાસ્ટિક મેન્યુફેકચરર્સ એસોસિએશને પોલિમર્સના વધતા ભાવ પર રોક લગાવવા માટે સરકારને વિનંતી કરી છે. પોલિમર્સના ભાવ વધવાથી પ્લાસ્ટિક પાઇપ વાટરટેંક અને પ્લાસ્ટિક બોડી વાળા કુલર મોંગા થઇ જશે નાના ઉદ્યમીઓનું કહેવુ છે કે તે વધુ દિવસો સુધી પોતાના માર્જીગ પર દબાણ સહન કરી શકે તેમ નથી અને ધીરે ધીરે ખર્ચમાં વધારાનો ભાર ગ્રાહકો પર નાખવામાં આવશે
ઉદ્યમિઓનું કહેવુ છે કે ગત ત્રણ મહીનામાં તાબાના ભાવમાં વધારાથી એસી ફ્રિઝ જેવી વસ્તુઓ મોંધી જઇ જશે કારણ કે તેમાં તાંબાનો વધુ ઉપયોગ થાય છે જયારે રાષ્ટ્રીય સ્તર પર પંથા બનાવનારા ઉદ્યમિઓએ પણ મોંધા તાબાના કારણે કીમતો વધારવાની વાત કહી છે. આવામાં લોકલ ઉદ્યમઓનું કામ પ્રભાવિત થશે કારણ કે લોકો વધુ કીમતમાં બ્રાંડેડ પંખા ખીદવાનું પસંદ કરશે વર્ષભરમાં તાંબાના ભાવમાં ૫૦ ટકાથી વધુનો વધારો થયો ને તેજીનું વલણ કાયમ છે.નાના ઉદ્યમિઓનું કહેવું છે કે તેમની પેકેજિંગ ખર્ચ પણ સતત વધી રહી છે. વેસ્ટ પેપર મટિરિયલની કીમત ૨૪થી ૨૫ રૂપિયા કિલો થઇ ગઇ છે.જે ગત વર્ષ ફેબ્રુઆરી માર્ચમાં ૧૦થી ૧૩ રૂપિયા પ્રતિ કિલો હત.
સ્ટીલ આઇટમ બનાવનાર નાના ઉદ્યમિઓનું માર્જિન પણ દબાણ સતત સહન કરી રહ્યું છે. જાન્યુઆરી ૨૦૧૯થી લઇ ડિસેમ્બર ૨૦૨૦ સુધી સ્ટીલના ભાવ ૪૦,૦૦૦ પ્રતિ ટની વધી ૫૮,૦૦૦ રૂપિયા પ્રતિ ટન થઇ ગયા અને ત્યારબાદ પણ ભાવમાં તેજી જારી છે. સ્ટીલની સાથે સીમેન્ટના ભાવાં પણ તેજી જાેતા કંસ્ટ્રકશનથી જાેડાયેલ બિર્લ્ડસે પણ સરકારને સ્ટીલ અને સીમેંટના ભાવ સ્થિર કરવાની માંગ કરી છે ગત એક વર્ષમાં સીમેંટના ભાવ ૩૬૦ રૂપિયાથી વધુ ૪૩૦ રૂપિયા પ્રતિ ૫૦ કિલોગ્રામ થઇ ગયા છે.