કાછીયાવાડમાં લક્ષ્મીનારણ મંદિરે ભગવાનને કેરીનો મનોરથ
આમોદના કાછીયાવાડમાં આવેલા લક્ષ્મીનારણ મંદિરે ભગવાનને કેરીનો મનોરથ ધરાવાયો હતો. જેમાં માર્કેટમાં મળતી જુદા જુદા પ્રકારની કેરી ભગવાનને ધરાવાઈ હતી.તેમજ કેરીનો જ્યુસ,
કચુંબર સહિતની વસ્તુઓ બનાવી ભગવાનને ભોગ આપવામાં આવ્યો હતો.ભગવાનને શુધ્ધ જળથી સ્નાન કરાવ્યા બાદ કેરીના રસથી અભિષેક કરવામાં આવ્યો હતો.
કાછીયાવાડમાં ખૂબ જ શ્રધ્ધાપૂર્વક કેરીનો મનોરથ ધરાવતા મોટી સંખ્યામાં ભક્તો હાજર રહ્યા હતા (તસ્વીરઃ- વિરલ રાણા, ભરૂચ)