કાજલે દીકરાના જન્મની પ્રક્રિયાને ગણાવી થકાવનારી

મુંબઈ, કાજલ અગ્રવાલ અને ગૌતમ કીચલુ ૧૯મી એપ્રિલે દીકરા નીલના માતા-પિતા બન્યા. ડિલિવરીના બે દિવસ બાદ એક્ટ્રેસે સોશિયલ મીડિયા હેન્ડલ તેના મેટરનિટી ફોટોશૂટની એક તસવીર શેર કરી છે અને સાથે મમ્મી તરીકેની નવી સફર વિશે હૃદયસ્પર્શી પોસ્ટ લખી છે.
પોસ્ટમાં તેણે લખ્યું છે, ‘મારા બાળક નીલને આ દુનિયામાં આવકારીને ઉત્સાહિત અને ઉત્સુક છું. બાળકને જન્મ આપવાની પ્રક્રિયા લાંબી, થકાવનારી પરંતુ સંતોષ આપનારી રહી!. જન્મની થોડી સેકન્ડ બાદ જ્યારે નીલને મેં મારી છાતીએ લગાવ્યો ત્યારે જે લાગણીનો અનુભવ કર્યો તેને શબ્દોમાં વર્ણવવી મુશ્કેલ છે.
તે ક્ષણેમને પ્રેમની સૌથી ઊંડી ભાવનાને સમજવામાં મદદ કરી, મને ખૂબ જ કૃતજ્ઞતાનો અનુભવ કરાવ્યો અને મારા શરીર બહાર આવેલા મારા દિલના ટુકડા પ્રત્યેની જવાબદારીનો અહેસાસ કરાવ્યો’. વધુમાં તેણે લખ્યું છે ‘અલબત્ત તે સરળ નહોતું, ત્રણ રાતના ઉજાગરા, ખેંચાયેલી સ્કિન, ફ્રોઝન પેડ, બ્રેસ્ટ પમ્પ, અનિશ્ચિતતા.
તમે બધુ બરાબર કરી રહ્યા છો કે નહીં તેની ચિંતા. આ સિવાય કેટલીક સુંદર ક્ષણો પણ છે, જેમ કે વહેલી સવારે મધુર આલિંગન, આત્મવિશ્વાસ સાથે એકબીજાની આંખમાં જાેવું, નાના ચુંબન, કેટલીક એવી ક્ષણો જ્યારે અમે બે જ હોઈએ છીએ, વિકસિત થવું, શીખવું, એકબીજા વિશે જાણવું અને સાથે મળીને આ જર્નીમાં આગળ વધવું. હકીકતમાં, પોસ્ટપાર્ટમ એ ગ્લેમરસ નથી પરંતુ તે સુંદર ચોક્કસથી છે!’.
કાજલ અગ્રવાલની પોસ્ટ પર બહેન અને ઈન્ડસ્ટ્રીના કેટલાક ફ્રેન્ડ્સે પ્રેમ પણ વરસાવ્યો છે. નિશા અગ્રવાલે લખ્યું છે ‘ખૂબ સરસ રીતે લખ્યું રાજ. તમને બંનેને પ્રેમ’. તો સામંથા રુથ પ્રભુએ લખ્યું છે ‘તમને બંનેને અભિનંદન. બેબી નીલને મળવાની રાહ જાેઈ શકતી નથી’.
હંસિકા મોટવાણીએ કોમેન્ટ કરી છે ‘તમને બંનેને અભિનંદન અને બેબી નીલને ખૂબ પ્રેમ તેમજ આશીર્વાદ’ તો અનુષ્કા શેટ્ટીએ પણ કપલ તેમજ તેમના દીકરાને અભિનંદન આપ્યા છે. દીકરાના જન્મના બીજા જ દિવસે કાજલ અગ્રવાલના પતિ ગૌતમ કીચલુએ સોશિયલ મીડિયા પર નામનો ખુલાસો કર્યો હતો. સાથે તેણે શુભેચ્છાઓ આપનારા દરેક લોકોનો આભાર માન્યો હતો.
તેણે લખ્યું હતું કે, ‘અમારું દિલ ખુશીઓ અને કૃતજ્ઞતાથી છલકાઈ ગયું છે. તમારા પ્રેમ અને આશીર્વાદ માટે આભાર’. જણાવી દઈએ કે, કાજલ અગ્રવાલ અને ગૌતમ કીચલુએ ઓક્ટોબર, ૨૦૨૦માં લગ્ન કર્યા હતા.SSS