Western Times News

Gujarati News

કાજાેલના લગ્નના ર્નિણયથી પિતા નારાજ થયા હતા

મુંબઈ, જ્યારે પણ બોલિવૂડમાં લોકપ્રિય કપલની વાત આવે છે ત્યારે અજય દેવગન અને કાજાેલનું નામ સામે આવે છે. ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં આ એક એવું કપલ છે જેને દરેક વ્યક્તિ પરફેક્ટ માને છે, જેમની વચ્ચે ક્યારેય તણાવના સમાચાર નથી આવતા.

અજય દેવગન અને કાજાેલના લગ્નને ૨૨ વર્ષ થયા છે. બંનેની કેમેસ્ટ્રી આજે પણ બધાને પ્રભાવિત કરે છે. પરંતુ જે કપલ આટલું સફળ માનવામાં આવે છે, કાજાેલના પિતા એક સમયે આ લગ્નથી ખુશ ન હતા. સ્થિતિ એ હતી કે લગ્ન બાદ કાજાેલના પિતાએ ચાર દિવસ સુધી તેની સાથે વાત કરી ન હતી.

તેઓ તેના પર ગુસ્સે થઈને બેઠા હતા. હવે કાજાેલે પોતે આ વિશે વિગતવાર જણાવ્યું છે. એક ઈન્ટરવ્યુમાં કાજાેલે કહ્યું છે કે, અજય દેવગન સાથે તેના લગ્ન તેની માતાના કારણે શક્ય બન્યા છે. તે કહે છે મારા પિતા ૨૪ વર્ષની ઉંમરે લગ્ન કરવાના વિરોધમાં હતા.

તેઓ ઈચ્છતા હતા કે હું પહેલા કોઈ કામ કરું. પણ મારી માતાએ ઘણો સાથ આપ્યો. તેણે કહ્યું કે મારે મારા મન મુજબ કામ કરવું જાેઈએ. હું નસીબદાર છું કે દરેકે મને સમયાંતરે સાથ આપ્યો. કાજાેલ આગળ કહે છે માતા-પિતા લગ્ન માટે સંમત થયા હતા. પણ મારા પિતાએ આખા ચાર દિવસ સુધી વાત કરી નહિ.

તેઓ માનતા હતા કે મારે મારી કારકિર્દી પર ધ્યાન આપવું જાેઈએ. પણ મેં નક્કી કર્યું હતું. કોઈ પ્રસ્તાવ ન હતો, હું માત્ર એટલું જાણતી હતી કે મારે અજય સાથે જીવન વિતાવવું છે. આજે આટલા વર્ષો પછી કાજાેલનો આ ર્નિણય પણ સાચો સાબિત થયો છે અને તેનું લગ્નજીવન પણ જાેરદાર રીતે આગળ વધી રહ્યું છે.

કાજાેલ અને અજય બે બાળકોના માતા-પિતા છે. તેમને એક મોટી પુત્રી અને એક પુત્ર છે. ઈન્ટરવ્યુમાં કાજાેલે એ વાત પર પણ ભાર મૂક્યો છે કે તેની માતાએ તેને દરેક મુશ્કેલ પરિસ્થિતિમાં સમજાવ્યું છે અને સાથ આપ્યો છે. કાજાેલ-અજયના ફિલ્મી કરિયરની વાત કરીએ તો બંનેએ ઈશ્ક, પ્યાર તો હોના હી હૈ, ગુંડારાજ, રાજુ ચાચા અને સુપરહિટ ફિલ્મ તાનાજીમાં સાથે કામ કર્યું છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.