કાજાેલનો ઓડિસી ડાન્સરના રોલમાં શાનદાર અભિનય
મુંબઈ: બોલિવુડની દિગ્ગજ એક્ટ્રેસ કાજાેલ પોતાની નવી ફિલ્મ ત્રિભંગાને લઈને ચર્ચામાં છે. ફિલ્મનું ટ્રેલર આવી ગયું છે અને આ ફિલ્મ ૧૫ જાન્યુઆરીએ ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થવાની છે. કાજાેલ છેલ્લે ૨૦૧૯માં રિલીઝ થયેલી ફિલ્મ તાનાજીઃધ અનસંગ વોરિયરમાં પતિ અજય દેવગણ સાથે જાેવા મળી હતી. ત્યારે આ નવી ફિલ્મમાં કાજાેલ સાથે મિથિલા પાલકર અને તન્વી આઝમી છે. ફિલ્મની વાર્તાના કેંદ્રમાં કાજાેલનું પાત્ર અનુ છે. આ મહિલા પ્રધાન ફિલ્મ છે.
‘ત્રિભંગા’નું ટ્રેલર જાેઈને કાજાેલનો મિત્ર અને ડાયરેક્ટર-પ્રોડ્યુસર કરણ જાેહર વખાણ કરતાં થાકતો નથી. ફિલ્મનું ટ્રેલર ઈન્સ્ટાગ્રામ પર શેર કરતાં કરણ જાેહરે લખ્યું ત્રિભંગા એક શાનદાર અને ઈમોશનલ ટ્રેલર! કાજાેલને ફરીથી સ્ક્રીન પર જાેઈને ખુશી થઈ રહી છે. અભિનંદન રેણુકા શહાણે તમે હૃદયને સ્પર્શી જતી વાર્તા પર કામ કર્યું છે.
ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ પહેલા જ ફિલ્મનું ટીઝર રિલીઝ થયું હતું. ત્યારથી જ આ ફિલ્મની ચર્ચા થઈ રહી છે. ફિલ્મમાં પરિવારની ત્રણ પેઢી બતાવાઈ છે. જેમાં મા, દીકરી અને વહુ છે. રેણુકા શહાણેના ડાયરેક્શનમાં બનેલી આ ફિલ્મનું ટ્રેલર અક્ષય કુમારને પણ પસંદ આવ્યું છે. અક્ષય કુમારે ટિ્વટ કરીને લખ્યું કે, ‘આ ટ્રેલર પર્ફોર્મન્સનું પાવર હાઉસ છે. આત્મા સાથેની વાર્તા છે અને મને ખાતરી છે કે ફિલ્મ સુંદર હશે.’
કાજાેલે ટ્રેલર વખાણવા માટે અક્ષયનો આભાર માન્યો છે. ટ્રેલરની શરૂઆતમાં જ જણાવવામાં આવે છે કે કાજાેલ ફિલ્મમાં ઓડિસી ડાન્સર અને દિગ્ગજ એક્ટ્રેસના રોલમાં છે. ફિલ્મમાં તન્વી આઝમી કાજાેલની માતાના રોલમાં છે. જ્યારે મિથિલા પાલકર કાજાેલની પુત્રવધૂ માશા ‘સમભંગા’ના રોલમાં જાેવા મળી રહી છે. ફિલ્મમાં કુણાલ રોય કપૂર લેખની ભૂમિકામાં છે અને તે કાજાેલના જીવન પર પુસ્તક લખી રહ્યો છે. બે મિનિટના ટ્રેલરમાં ફિલ્મના ઘણાં પડ બતાવવામાં આવ્યા છે. જેમાં કાજાેલનું બાળપણ, હોસ્પિટલના બિછાને કોમામાં રહેલી મા અને મા પ્રત્યેનો કાજાેલનો ગુસ્સો અને અપરાધભાવ પણ દર્શાવાયો છે. ફિલ્મનું ટ્રેલર શેર કરતાં કાજાેલે લખ્યું,
‘કોઈ પર્ફેર્ટ નથી હોતું.’ એક ઈન્ટરવ્યૂમાં કાજાેલે કહ્યું હતું કે, ‘આ ફિલ્મ તેના નામ ‘ત્રિભંગા’ની જેમ જ મહિલાઓ અને તેમની સુંદર ખામીઓનું જશ્ન છે. આપણે આ ખામીઓને સ્વીકારી અને પોતાની શરતો પર જિંદગી જીવવાની જરૂર છે. ફિલ્મમાં નયન, અનુ અને માશા પણ આમ જ કરે છે.