Western Times News

Gujarati News

કાજાેલે માતા વિષે એવી વાત કહી કે સેટ પર તનુજા રડ્યા

મુંબઇ: ડાન્સ રિયાલિટી શૉ સુપર ડાન્સર ચેપ્ટર ૪માં આ વખતે મહેમાન તરીકે કાજાેલના માતા તનુજા પહોંચ્યા હતા. શૉને તેમણે ઘણો એન્જાેય કર્યો અને પોતાની હાજરીથી શૉને ચાર ચાંદ લગાવી દીધા. તનુજાના પોપ્યુલર હિટ ગીતો પર કન્ટેસ્ટન્ટે જબરદસ્ત પર્ફોમન્સ આપ્યા. એપિસોડનો પ્રોમો રિલીઝ કરવામાં આવ્યો છે જે ઘણો મજાનો છે. આ દરમિયાન તનુજાને એક સરપ્રાઈઝ મળી અને તેમની આંખોમાં આંસુ આવી ગયા. તે ઈમોશનલ થઈ ગયા, જ્યારે તેમણે દીકરી કાજાેલનો એક સરસ વીડિયો મેસેજ જાેયો.

વીડિયોમાં એક તસવીર બતાવવામાં આવે છે જેમાં તનુજાની સાથે તેમની દીકરી કાજાેલ અને તનીષા હોય છે. આ સાથે બેકગ્રાઉન્ડમાં કાજાેલનો એક મેસેજ પ્લે થાય છે. તે કહે છે કે, સૌથી મોટી ભેટ જે મને મારી માએ આપી છે તે છે અમારી અપબ્રિંગિંગ. આ સાંભળીને તનુજાની આંખમાં આંસુ આવી ગયા અને જજ શિલ્પા સેટ્ટી કુન્દ્રા અને અનુરાગ બાસુએ તેમને સાંત્વના આપી.

તનુજાએ શૉમાં કન્ટેસ્ટન્ટ્‌સના પર્ફોમન્સને ખુબ એન્જાેય કર્યા. તેમણે અમુક પર્ફોમન્સ પર સીટીઓ પર વગાડી. આટલુ જ નહીં, તેઓ સ્ટેજ પર આવ્યા અને શિલ્પા શેટ્ટી સાથે ડાન્સ પણ કર્યો. આ દરમિયાન તેમણે દેવ આનંદનો અવતાર ધારણ કર્યો જે જાેઈને બધા હસી પડ્યા. ટીઆરપીની વાત કરીએ તો ૨૫ અઠવાડિયાથી આ શૉ ત્રીજા ક્રમાંકે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.