કાજોલે તેનો પવઈવાળો એપાર્ટમેન્ટ ભાડે આપ્યો
મુંબઈ, કાજાેલ બોલિવૂડની સૌથી સફળ સ્ટાર્સમાંની એક છે. કાજાેલ તેના પતિ અજય દેવગણ સાથે જુહુમાં તેમના આલીશાન બંગલામાં રહે છે. બોલિવૂડના ઘણા એવા સ્ટાર્સ છે જેમની પાસે એક નહીં પરંતુ ઘણા ઘર છે અને ઘણા સ્ટાર્સે પોતાના ઘર ભાડા પર આપ્યા છે. આ જ યાદીમાં કાજાેલનું નામ પણ સામેલ થયું છે. સમાચાર અનુસાર, કાજાેલે પવઈમાં એક એપાર્ટમેન્ટ ભાડે આપ્યું છે, જેમાંથી તેને દર મહિને લગભગ ૯૦,૦૦૦ રૂપિયા મળશે.
કાજાેલની આ પ્રોપર્ટી ૭૭૧ ચોરસ ફૂટ વિસ્તારમાં ફેલાયેલી છે. મની કંટ્રોલના રિપોર્ટ અનુસાર, આ એપાર્ટમેન્ટ હિરાનંદાની ગાર્ડન્સના એટલાન્ટિક પ્રોજેક્ટના ૨૧મા માળે છે. આ એપાર્ટમેન્ટનો લીઝ અને લાયસન્સ એગ્રીમેન્ટ ૩ ડિસેમ્બરે રજીસ્ટર કરવામાં આવ્યો હતો. દસ્તાવેજાે મુજબ, ભાડુઆતે ૩ લાખ રૂપિયાની સિક્યોરિટી મની જમા કરાવી છે. એક વર્ષ પછી ભાડું વધારવામાં આવશે. એક વર્ષ પછી તેનું ભાડું ૯૬,૭૫૦ રૂપિયા પ્રતિ માસ થશે.
કાજાેલ જે આલીશાન બંગલામાં અજય દેવગન અને તેના બાળકો સાથે રહે છે તેનું નામ શિવશક્તિ છે. તેમનો બંગલો ૫૯૦ સ્ક્વેર યાર્ડમાં ફેલાયેલો છે, જેને અજયે લગભગ ૬૦ કરોડમાં ખરીદ્યો હતો. તમને જણાવી દઈએ કે, કાજાેલ પહેલા પ્રિયંકા ચોપરા, અમિતાભ બચ્ચન, સલમાન ખાન સહિત ઘણા સ્ટાર્સે પોતાના એપાર્ટમેન્ટ ભાડે આપી દીધા છે.
જેકલીન ફર્નાન્ડીઝ પ્રિયંકા ચોપરાની ભાડૂઆત છે. તો, અમિતાભ બચ્ચને તેમનું એક ડુપ્લેક્સ યુનિટ અભિનેત્રી કૃતિ સેનનને ૧૦ લાખ રૂપિયા પ્રતિ મહિનાના ખર્ચે ભાડે આપ્યું છે. સલમાન ખાને શિવસ્થાન હાઇટ્સ, બાંદ્રા વેસ્ટમાં પોતાનો એપાર્ટમેન્ટ ભાડે આપ્યો છે. આ ઘર તેણે ૯૫ હજાર રૂપિયા પ્રતિ માસના ભાડા પર આપ્યું હોવાની ચર્ચા છે. તમને જણાવી દઈએ કે, અજય દેવગન અને કાજાેલ પાસે મુંબઈ સિવાય વિદેશમાં પણ અનેક પ્રોપર્ટી છે.SSS