કાજોલ અને કરીના રસ્તા પર ઊભા રહીને વાતો કરવા લાગ્યા
મુંબઇ, કાજાેલ અને કરીના કપૂર ખાન બોલિવુડની બબલી અભિનેત્રીઓ પૈકીની છે. બંનેએ ફિલ્મ ‘કભી ખુશી કભી ગમ’માં બહેનોનું પાત્ર ભજવ્યું હતું. ઓન-સ્ક્રીન બહેનોની હાલમાં જ ટૂંકી મુલાકાત થઈ હતી. બંનેને વાતો કરતાં જાેઈને ફેન્સને ‘કભી ખુશી કભી ગમ’ની યાદ આવી ગઈ હતી. ગુરુવારે કાજાેલ અને કરીના કપૂર મુંબઈના મહેબૂબ સ્ટુડિયોની બહાર જાેવા મળ્યા હતા.
પોતપોતાની ગાડીઓમાંથી નીકળીને કાજાેલ અને કરીના ત્યાં જ વાતો કરવા ઊભા રહી ગયા હતા ત્યારે ત્યાં હાજર મીડિયાના ફોટોગ્રાફર્સના કેમેરામાં તેઓ કેદ થયા હતા. જેનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. વિડીયોમાં કાજાેલ અને કરીના એકબીજાના ખબર-અંતર પૂછતાં અને બંનેને કોરોના થઈ ગયો હોવાની ચર્ચા કરતાં સંભળાઈ રહ્યા છે.
કાજાેલ કરીનાને તેના નવા બાળક એટલે કે બીજા દીકરા જેહ વિશે પણ પૂછે છે. સંજાેગ જુઓ કે કાજાેલ અને કરીના બંનેના કપડાં પણ મેચિંગ થઈ ગયા હતા. કાજાેલ અને કરીનાએ વ્હાઈટ શર્ટ અને બ્લેક પેન્ટ પહેર્યા હતા. એકબીજાને મળીને બંને ખૂબ ખુશ દેખાતાં હતા.
ટૂંકી મુલાકાત બાદ છૂટા પડતી વખતે કાજાેલે કરીનાને આલિંગન આપ્યું હતું અને બાદમાં કરીનાએ તેને ફ્લાઈંગ કિસ આપી હતી. જણાવી દઈએ કે, કાજાેલ અને કરીનાએ ‘કભી ખુશી કભી ગમ’ ઉપરાંત ‘વી આર ફેમિલી’ નામની ફિલ્મમાં પણ સાથે કામ કર્યું હતું.
આ ફિલ્મમાં કરીનાએ કાજાેલના પૂર્વ પતિની બીજી પત્નીનો રોલ નિભાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે જ કરણ જાેહરના નિર્દેશનમાં બનેલી ફિલ્મ ‘કભી ખુશી કભી ગમ’ના ૨૦ વર્ષ પૂરા થયા હતા. આ ફિલ્મમાં કાજાેલ અને કરીના ઉપરાંત શાહરૂખ ખાન, અમિતાભ બચ્ચન, જયા બચ્ચન અને હૃતિક રોશન પણ લીડ રોલમાં હતા.
વર્કફ્રંટની વાત કરીએ તો, કરીના હવે આમિર ખાન સાથે ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’માં જાેવા મળશે. આ સિવાય કાજાેલ હંસલ મહેતાની અપકમિંગ ફિલ્મમાં દેખાશે. કાજાેલે થોડા દિવસ પહેલા જ રેવતીના નિર્દેશનમાં બની રહેલી ફિલ્મ ‘સલામ વેન્કી’નું શૂટિંગ શરૂ કર્યું છે.SSS