Western Times News

Gujarati News

કાજોલ પહેલી વખત રેવતી સાથે કામ કરવા જઈ રહી છે

મુંબઈ, બોલિવુડ ઇન્ડસ્ટ્રીની બે દિગ્ગજ અદાકારા પહેલી વખત સાથે કામ કરવા જઈ રહી છે. અભિનેત્રીથી ફિલ્મ ડિરેક્ટર બનેલી રેવતીએ ડિરેક્શન ક્ષેત્રે પણ ઓળખ બનાવી છે. રેવતીએ સલમાન ખાન સાથે ફિલ્મ લવમાં લીડ રોલ કર્યો હતો જેનું ગીત ‘સાથિયા તુને ક્યા કિયા’ આજે પણ લોકપ્રિય છે.

આ ફિલ્મ સુપરહિટ રહી હતી. રેવતીએ હવે પોતાની ફિલ્મ માટે કાજાેલને કાસ્ટ કરી છે. તેમની આગામી ફિલ્મનું નામ ધ લાસ્ટ હુર્રા છે. કાજાેલે નવરાત્રિના પાવન પ્રસંગે સોશ્યલ મીડિયા અકાઉન્ટના માધ્યમથી ફેન્સને આ પ્રોજેક્ટની માહિતી આપી છે.

કાજાેલે રેવતી સાથે એક ફોટો પણ શેર કર્યો છે. આ ફોટોમાં કાજાેલ અને રેવતી બંને સાડીમાં જાેવા મળે છે. બંનેના હસતા ચહેરાં તેમની સુંદરતામાં વધારો કરી રહ્યા છે. કાજાેલે આ ફોટો શેર કરીને લખ્યું કે, ‘જાહેરાત કરીને ખુશી થાય છે કે મારી આગામી ફિલ્મ રેવતીના ડિરેક્શનમાં બની રહી છે.

ફિલ્મનું નામ ‘ધ લાસ્ટ હુર્રા’ છે. ફિલ્મની વાર્તા હૃદયસ્પર્શી છે. એટલે મેં તરત જ હા પાડી દીધી.’ રેવતી અને કાજાેલ પહેલી વખત સાથે કામ કરી રહ્યા છે. તો રેવતીએ પણ સોશ્યલ મીડિયા પર એક ફોટો શેર કર્યો છે. આ ફોટોમાં કાજાેલ સાથે પ્રોડ્યુસર સૂરજ સિંહ અને ડિરેક્ટર શ્રદ્ધા અગ્રવાલ છે.

રેવતીએ આ ફોટો શેર કરીને લખ્યું કે, ‘ડિરેક્ટર તરીકે મારી આગામી ફિલ્મ ‘ધ લાસ્ટ હુર્રા’ની જાહેરાત કરતાં મને બહુ આનંદ થઈ રહ્યો છે. કાજાેલ સાથે આ મારી પહેલી ફિલ્મ છે. આ બહુ સ્પેશ્યલ વાર્તા છે. અદભુત જર્ની છે, જેને શરુ કરવાની રાહ જાેઈ રહી છું.

ફિલ્મની વાર્તા એક રિયલ સ્ટોરીથી પ્રેરિત છે જેમાં એક ‘મા’ સુજાતાની વાર્તા દર્શાવવામાં આવશે, જે પડકારોથી ભરેલી પરિસ્થિતિઓનો હસતાં હસતાં સામનો કરશે. રેવતીએ કહ્યું કે આ ફિલ્મ તેનાથી બહુ નજીક છે.

ફિલ્મની વાર્તા પ્રેરિત કરે છે. રેવતીએ કહ્યું, ‘જ્યારે સૂરજ, શ્રદ્ધા અને હું આ ફિલ્મ અંગે ચર્ચા કરી રહ્યા હતા ત્યારે અમારા દિમાગમાં પહેલું નામ કાજાેલનું આવ્યું હતું. તેની કોમળ, એનર્જેટિક આંખો અને તેનું સુંદર સ્મિત તમને વિશ્વાસ અપાવે છે કે કંઈ પણ શક્ય છે અને સુજાતા પણ એવી જ છે. કાજાેલ સાથે કામ કરવા બાબતે ઉત્સાહિત છું.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.