કાટમાળ નીચે દટાઈ જતા બે બાળકોનાં કરૂણ મોત થયા
સુરત: સુરતમાં ગતરોજ મોડી રાત્રે કોરોનાના આ કપરા કાળમાં કરૂણ ઘટના ઘટી છે. શહેરના ઉધના વિસ્તારમાં એક જર્જરિત મકાનનો સ્લેબ તૂટી પડતા ભયાકન અકસ્માત થયો હતો. આ ઘટનામાં સ્લેબ નીચે દટાઈ જવાથી બે બાળકોનાં કરૂણ મોત થયા છે જ્યારે તેમનાં માતાપિતાનો ચમત્કારિક બચાવો થયો છે. ઉઘનામાં એક મકાનમાં રહેતા ચાર લોકોના પરિવાર પર સ્લેબ ધરાસાઈ થઇ ગયો હતો જાેકે ઘટનાની જાણકારી મળતા ફાયર વિભાગે પહોંચીને રેસ્ક્યૂ કર્યુ હતું અને તમામને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં માતાપિતાનો બચાવ થયો છે.
જાેકે બે બાળકોનું કરુણ મોત થયું છે. સુરતમાં ગતરોજ રાત ગોજારી સાબિત થઇ છે. સુરતના ઉધના વિસ્તારમાં આવેલ અંબર નગર ખાતે એક એવી ઘટના સામે આવી જેને લઈને સમગ્ર વિસ્તારનાં લોકો સાથે ફાયર વિભાગ પણ મોડીરાત્રે દોડતું થઇ ગયું હતું. એક મકાનમાં ચાર લોકોનું પરિવાર રહેતું હતું. નરેશ ગોલીવાડના ગ્રાઉન્ડ સાથે બે માળના મકાનમાં મોડી રાત્રે લગભગ રાત્રીના પોણા બાર વાગ્યે જાેરદાર ધડાકા સાથે પડેલા સ્લેબ ધરાસાઈ થઈ ગયો હતો. જાેકે જાેરદાર અવાજ આવતા પાડોશીઓ દોડી આવ્યા હતા
ફાયર બ્રિગેડને જાણકારી આપી હતી. ફાયરની ટીમે તાત્કાલિક રેસ્ક્યૂ શરૂ કર્યુ હતુ અને કાટમાળ નીચે દટાયેલા ચાર વ્યક્તિને બહાર કાઢી અને હૉસ્પિટલમાં ખસેડ્યા હતા. જાેકે, આ ઘટનામાં જમીન પર સૂતેલા બે માસૂમ બાળકોનાં દુઃખદ મોત થયા છે. નિંદ્રાધીન પરિવાર જ્યારે ભરઉંઘમાં પોઢી રહ્યો હતો ત્યારે અચાનક તેમની માથે મોત ખાબક્યું હતું. જાેકે, આ સમયે સૌથી મોટો સવાલ એ સામે આવ્યો છે કે શું આ મકાન જર્જરિત હતું કે નહીં
જાે હતું તો તેને પાલિકાની કોઈ નોટિસ મળી હતી કે કેમ. જાેકે, આ બધા જ સવાલો માનવ જિંદગી સામે નિર્થક છે. આ ઘટનામાં એક હસતો રમતો પરિવાર વિખાઈ ગયો છે. ગઈકાલ રાત સુધી સાથે રહેતો પરિવાર પળવરમાં જ ઉઝડી ગયો છે. આ આઘાતમાં માતાપિતા કેવી રીતે નીકળશે તે કહેવું તો શક્ય નથી પરંતુ હાલ એક અકસ્માતે એક નિર્દોષ પરિવારનો માળો વીખી નાખ્યો છે. ઘટનાના કારણે આસપાસના રહીશોમાં પણ ડરનો માહોલ છે.