કાટસા કાયદો: ભારત પર પ્રતિબંધ કે છૂટ અંગે ર્નિણય બાઇડેન લેશે

વોશિગ્ટન, અમેરિકી સરકાર ઇરાન, ઉત્તર કોરિયા અથવા રશિયા સાથે મોટા વ્યવહારો ધરાવતા કોઇપણ દેશ સામે પ્રતિબંધો લાદી શકે છે. બાઇડેન પ્રશાસનના એક વરિષ્ઠ અધિકારીએ અમેરિકી ધારાસભ્યોને આ વાત કહી છે. આ કાયદાને કાઉન્ટરિંગ અમેરિકન એડવર્સરીઝ થ્રુ સેકશન્સ એકટ ઈઅઅરફઅ કહેવામાં આવે છે.
કાટસા એ અમેરિકાનો કઠોર કાયદો છે. તે ૨૦૧૪માં રશિયા દ્વારા ક્રિમીઆના જાેડાણ પછી અને ૨૦૧૬ યુએસ પ્રમુખપદની ચૂંટણીમાં કથિત હસ્તક્ષેપ પછી બનાવવામાં આવ્યો હતો. આ કાયદો અન્ય કોઇપણ દેશને હથિયારોની ખરીદી રોકવાનો છે.
દક્ષિણ અને મધ્ય એશિયા માટેના આસિસ્ટન્ટ સેક્રેટરી ઓફ સ્ટેટ ડોનાલ્ડ લુએ બુધવારે સેનેટ ફોરેન રિલેશન્સ સબકમિટીના સભ્યો સાથે ભારત પર સંભવિત કટસા પ્રતિબંધો અંગેના પ્રશ્નના જવાબમાં ચર્ચા કરી હતી. તેમણે કહ્યું કે માત્ર રાષ્ટ્રપતિ બાઇડેન જ નક્કી કરી શકે છે કે ભારત પર પ્રતિબંધો લાદવા કે માફ કરવા.
લુએ કહ્યું કે બાઇડેન વહીવટીતંત્ર ઈઅઅરફઅ કાયદાનું સંપૂર્ણ પાલન કરશે અને કોઇ પણ પગલાં લેતા પહેલા યુએસ કોંગ્રેસની સલાહ લેશે. તેમણે કહ્યું કે રાષ્ટ્રપતિ બાઇડેન અથવા યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ આ અંગે શું ર્નિણય લેશે તે તેઓ કહી શકતા નથી. તે એ પણ કહી શકતા નથી કે યુક્રેન પર રશિયાના હૂમલાથી ભારત પરના પ્રતિબંધો અથવા છૂટના ર્નિણયને કેવી અસર થશે.
અમેરકી મંત્રીએ કહ્યું કે કટસા હેઠળ ભારતની કાર્યવાહી અંગે હજુ કોઇ ર્નિણય લેવામાં આવ્યો નથી. અલબત્ત, ભારત હવે યુનાઇટેડ સ્ટેટસનું એક મહત્વપૂર્ણ ભાગીદાર છે અને અમે આ ભાગીદારીને આગળ લઇ જવા માટે ઉત્સુક છીએ.
વરિષ્ઠ અમેરિકી રાજદ્વારીએ કહ્યું કે કોઇ પણ દેશ માટે રશિયા પાસેથી મોટી હથિયાર સિસ્ટમ ખરીદવી ખૂબ મુશ્કેલ હશે કારણકે હવે રશિયન બેંકો પર વ્યાપક પ્રતિબંધો લાદવામાં આવ્યા છે.
લુએ કહ્યું કે અમે છેલ્લા કેટલાક સપ્તાહમાં ભારત તરફથી મિગ-૨૯, રશિયન હેલિકોપ્ટર ઓર્ડર અને એન્ટી-ટેન્ક હથિયારોના ઓર્ડરને રદ થતા જાેયા છે. લુનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જયારે સંયુકત રાષ્ટ્રમાં રશિયા વિરૂદ્ઘ નિંદાના પ્રસ્તાવ પર વોટિંગ દરમિયાન ભારત ગેરહાજર રહયું છે. આ માટે અમેરિકાના ડેમોક્રેટ અને રિપબ્લિકન બંને પક્ષોના ધારાશાસ્ત્રીઓ ભારતની આકરી ટીકા કરી રહયા છે.
ઓકટોબર ૨૦૧૮માં ભારતે રશિયા પાસેથી એસ-૪૦૦ મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ ખરીદવા માટે કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. તત્કાલીન ટ્રમ્પ સરકારની ચેતવણી બાદ પણ ભારતે રશિયા સાથે પાંચ અબજ ડોલરનો આ કરાર કર્યો હતો. આ અંતર્ગત ભારતને પહેલું કન્સાઇનમેન્ટ મળ્યું છે. આ સિસ્ટમની ખરીદી માટે અમેરિકાએ તુર્કી પર પ્રતિબંધો લગાવ્યા છે.SSS