Western Times News

Gujarati News

કાતિલ ઠંડીનું મોજુ : નલિયા ખાતે પારો ૧૦થી નીચે

અમદાવાદ: અમદાવાદ સહિત ગુજરાતભરમાં ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે અને હજુ આગામી બે દિવસ દરમિયાન લઘુત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો થઇ શકે છે. આનો મતલબ એ થયો કે, હજુ વધુ ઠંડી પડવાના સંકેત દેખાઈ રહ્યા છે. આજે નલિયામાં પારો ગગડીને ૯.૪ અને ગાંધીનગરમાં ૧૨.૫ ડિગ્રી રહ્યો હતો જ્યારે ડિસામાં લઘુત્તમ તાપમાન ૧૧.૨ ડિગ્રી નોંધાયું હતું. અમદાવાદમાં પણ ૧૩.૭ ડિગ્રી તાપમાન થયું છે.


આજે અમદાવાદ શહેરમાં લઘુત્તમ તાપમાન શનિવારની સરખામણીમાં ૧૩.૭ ડિગ્રી થઈ ગયું હતું. જ્યારે ડીસામાં પારો ગઈકાલની સરખામણીમાં આજે ઘટ્યો હતો અને લઘુત્તમ તાપમાન ૧૧.૨ રહ્યું હતું. ગાંધીનગરમાં પારો ગગડીને ૧૨.૬ થયો હતો. અમદાવાદમાં ઠંડીનો ચમકારો રહેતા લોકો ગરમ વ†ોમાં સજ્જ દેખાયા હતા. ઠંડીમાં એકાએક વધારો થતાં ગરમ વ†ોના બજારમાં જારદાર તેજી જામી છે.

હાલમાં તબીબો પાસે જુદા જુદા પ્રકારના બેવડી સિઝનના ઈન્ફેકશન અને ફુડ પોઈઝનીંગના કેસો સાથે લોકો વધુ આવી રહ્યા છે. અમદાવાદમાં હવે રાત્રિ ગાળામાં ઠંડીના લીધે ટ્રાફિકની સ્થિતિ  ઓછી જાવા મળી રહી છે.

અમદાવાદ શહેરમાં વહેલી સવારથી જ લોકો ગરમ વસ્ત્રોમાં  નજરે પડે છે. વહેલી સવારમાં બાગ બગીચા હવે હાઉસફુલ નજરે પડી રહ્યા છે. અમદાવાદ માટેની આગાહીમાં જણાવવામાં આવ્યું છે કે, અમદાવાદમાં પારો આવતીકાલે યથા સ્થિતિમાં  રહી શકે છે અને તાપમાનમાં નજીવો ફેરફાર જાવા મળી શકે છે. હવામાન વિભાગ તરફથી ચેતવણી જારી કરાયા બાદ ઠંડીને લઈને લોકો સજ્જ છે.

અમદાવાદ માટેની આગાહીમાં જણાવવામાં આવ્યું છે કે લઘુત્તમ તાપમાન આવતીકાલે ૧૨ ડિગ્રીની આસપાસ રહી શકે છે. હવામાનના કહેવા મુજબ આગામી બે ત્રણ દિવસના ગાળા દરમિયાન લઘુત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે. અમદાવાદમાં આજે દિવસ દરમિયાન ઠંડા પવનો ફુંકાયા હતા અને લોકોએ ઠંડીનો અનુભવ કર્યો હતો. તીવ્ર ઠંડીના લીધે જનજીવન ઉપર પણ અસર થઈ છે. ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં આગામી દિવસોમાં ઠંડી વધવાના સંકેત છે. હવે ધીરેધીરે ઠંડી પોતાની અસર દેખાડતી જઇ રહી છે. ત્યારે આગામી દિવસોમાં હજુ પણ ઠંડીનો પારો વધુ નીચે સરકે તેવી આગાહી પણ વ્યકત કરાઇ છે ત્યારે શિયાળાની ઠંડી પ્રેમી નાગરિકો ખુશીની લાગણી વ્યકત કરી રહ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.