કાદવમાંથી નીકળે છે સોનું,, લોકો થેલા ભરીભરીને ઘરે લઈ જાય છે

નવી દિલ્હી, દુનિયામાં ઘણી સરપ્રાઈઝિંગ બાબતો બને છે. એમાં પણ આજના ઇન્ટરનેટના યુગમાં નાની-મોટી ઘટનાઓ ઝડપથી આપણા સુધી પહોંચી જાય છે. અમુક ચીજાે એવી હોય છે જેને જાણીને આશ્ચર્ય થાય છે. જેમ કે, નદીમાંથી સોનું નીકળવું! જી હા, થાઇલેન્ડમાં એક એવી નદી છે, જેના એક ભાગમાં કાદવ-કીચડ છે.
આ કાદવમાં સોનું છે, જેને લોકો ગાળીને ઘરે લઈ જાય છે. લોકો અહીં આવે છે અને કાદવમાંથી સોનું કાઢીને તેને બેગમાં ભરીને લઈ જાય છે. જાે તમને એવું લાગતું હોય કે અમે મજાક કરી રહ્યા છીએ, તો તમને જણાવી દઈએ કે આ સત્ય છે. દુનિયાભરના લોકો સોનું ખરીદવાના શોખીન છે. લોકો પોતાના પૈસા ગોલ્ડમાં ઇન્વેસ્ટ કરવાનું પસંદ કરે છે. આ દિવસોમાં તો સોનાના ભાવ આસમાને પહોંચી ગયા છે.
એવામાં જાે તમને જાણકારી મળે કે દુનિયામાં એક એવી નદી છે, જેના કાદવમાંથી સોનું નીકળે છે, તો તમને ભાગ્યે જ વિશ્વાસ આવે. પરંતુ થાઈલેન્ડમાં એક એવી નદી છે, જેમાંથી સોનું નીકળે છે. અહીં લોકો સવારના સમયે આવે છે અને બેગમાં સોનું જમા કરીને લઈ જાય છે.
થાઈલેન્ડમાં આ નદીને ગોલ્ડ માઉન્ટેન નામથી ઓળખવામાં આવે છે. તે સાઉથ થાઈલેન્ડમાં વહે છે. આ નદી મલેશિયાથી પણ જાેડાયેલી છે. તેમાં ઘણાં સમયથી સોનાનું ખનન થઈ રહ્યું છે. આ નદીની એક બાજુ કાદવ-કીચડ જમા થાય છે, જેમાં સોનું ભેગું થાય છે.
પરંતુ, તેમાંથી સોનું કાઢવા માટે લોકોને ઘણી મહેનત કરવી પડે છે. અહીંના રહેવાસીઓના જણાવ્યા અનુસાર, નદીના કાદવમાંથી એટલું જ સોનું એક વ્યક્તિને મળે છે, જેનાથી તેનો એક દિવસનો ગુજારો થઈ જાય. થાઈલેન્ડની આ નદીમાંથી સોનું નીકળે છે.
પરંતુ તમને જણાવી દઈએ કે ભારતમાં પણ એક એવી નદી છે, જેના પાણીમાંથી સોનું નીકળે છે. આ નદી ઝારખંડમાં છે. તેનું નામ જ ‘સ્વર્ણરેખા’ છે. આ નદી પશ્ચિમ બંગાળ અને ઓરિસ્સામાં પણ વહે છે. આ નદીના તળિયેથી સોનાના કણો નીકળે છે.
જાેકે, કેટલાક લોકો કહે છે કે સોનું સ્વર્ણરેખાનું નથી. આ નદીની એક ઉપનદી છે. આ ઉપનદી કરકરી નદીમાં સોનું રહેલું છે. આ નદીમાંથી સોનું નીકળીને સ્વર્ણરેખામાં પહોંચે છે.SS1MS