કાનપુરમાં ખૂંખાર ગુનેગારોએ અંધાધૂંધ ગોળીબાર કરતા ૮ પોલીસકર્મી શહીદ
કાનપુર: સમગ્ર ઉત્તર પ્રદેશમાં ગુનાખોરી ડામી દેવા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પોલીસતંત્રને આપેલા છુટાદોરના પગલે એક પછી એક ગુનેગારોને ઝડપી લેવામાં આવી રહયા છે આ દરમિયાનમાં ગઈકાલે મોડી રાત્રે કાનપુર નજીક આવેલા બિઠુરના એક ગામમાં કુખ્યાત વિકાસ દુબે નામનો હિસ્ટ્રીશીટર સંતાયો હોવાની બાતમી મળતા પોલીસની ટીમ પહોંચી ગઈ હતી
પરંતુ વિકાસ દૂબે અને તેના સાગરિતોએ પોલીસ ટીમ પર અંધાધૂંધ ગોળીબાર કરતા ત્રણ સબ ઈન્સ્પેકટર સહિત ૮ પોલીસકર્મીઓ શહિદ થઈ ગયા હતા જયારે ૭ જેટલા પોલીસ કર્મીઓને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે ઘટનાની જાણ થતાં વધુ પોલીસ ફોર્સ રવાના કરવામાં આવી હતી અને વળતા ગોળીબારમાં ૩ હુમલાખોરોને ઠાર મારવામાં આવ્યા હતા. મળતી માહિતી પ્રમાણે બિઠૂરના એક ગામમાં પોલીસ વિકાસ દૂબેને પકડવા ગઇ ત્યારે છત પરથી તેના સાગરીતોએ પોલીસ પર હુમલો કર્યો હતો.
આ હુમલાખોર પોલીસના હથિયારો પણ લૂંટીને જતા રહ્યાં હોવાના અહેવાલ છે. બીજી તરફ પોલીસે જણાવ્યું છેકે, આ અથડામણ બાદ કરવામાં આવેલા એન્કાઉન્ટરમાં વિકાસ દૂબેના ત્રણ સાગરીતો ઠાર મરાયા છે. એચસી અવસ્થીએ જણાવ્યું છેકે, વિકાસ દૂબે વિરુદ્ધ કાનપુરના રાહુલ તિવારીએ હત્યાના પ્રયાસની ફરિયાદ નોંધાવી હતી.
જેના આધારે પોલીસ તેને પકડવા માટે બિકરુ ગામમાં ગઇ હતી. પોલીસને કાર્યવાહી કરતી અટકાવવા માટે જ જેસીબી સહિતના વાહનોથી રસ્તો બ્લોક કરવામાં આવ્યો હતો. અચાનક છત પરથી આડેધડ ફાયરિંગ શરૂ કરી દેવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ની ટીમને કાર્યવાહી કરવા નિર્દેશ આપ્યા છે.
પોલીસે યુપીની તમામ બોર્ડર સીલ કરી છે. આ પોલીસકર્મી માર્યા ગયા દેવેન્દ્ર મિશ્ર, જીં અનૂપ કુમાર સિંહ, જીં નેવૂલાલ, ર્જીં મહેશ ચંદ્ર યાદવ, કોન્સ્ટેબલ સુલ્તાન સિંહ, કોન્સ્ટેબલ રાહુલ, કોન્સ્ટેબલ જિતેન્દ્ર અને કોન્સ્ટેબલ બબલૂના મોત થયા છે. આ ઉપરાંત બિઠૂર પોલીસ સ્ટેશન પ્રભારી કૌશલેન્દ્ર પ્રતાપ સિંહ સહિત ૭ પોલીસકર્મીઓને ગોળી વાગી છે. તેમની સારવાર રીજેન્સી હોસ્પિટલમાં ચાલી રહી છે.