કાનપુર હિંસામાં પોલીસની મોટી કાર્યવાહી, જાહેર કર્યું ૪૦ શંકાસ્પદોનું પોસ્ટર

લખનૌ,કાનપુરમાં ૩ જૂન શુક્રવારે નમાઝ બાદ બબાલ થઈ હતી. હવે પોલીસ આ મામલામાં સતત કાર્યવાહી કરી રહી છે. સોમવારે પોલીસે હિંસક ઘર્ષણમાં સામેલ ૪૦ શંકાસ્પદોના પોસ્ટર જાહેર કર્યા છે. આ શંકાસ્પદોની તસવીરો પોલીસે સીસીટીવી અને વીડિયોની તપાસ કર્યા બાદ જાહેર કરી છે.
તો પોલીસે આ શંકાસ્પદ લોકોને શોધવા માટે મદદ કરવાની પણ અપીલ કરી છે. પોલીસે કહ્યું કે માહિતી આપનારનું નામ ગુપ્ત રાખવામાં આવશે. કાનપુર પોલીસે શંકાસ્પદ લોકોની જાણકારી આપવા માટે ઇન્સ્પેક્ટર બેકનગંજનો મોબાઇલ નંબર (૯૪૫૪૪૦૩૭૧૫) પણ જાહેર કર્યો છે. તો કાનપુર પોલીસ હિંસામાં સામેલ લોકોની તસવીરોવાળા હોર્ડિંગ પણ જાહેર સ્થળે લગાવશે.
કાનપુરમાં શુક્રવારે થયેલી હિંસામાં સામેલ મુદ્દે જાેઈન્ટ કમિશનર આનંદ પ્રકાશ તિવારીએ કહ્યુ કે, અત્યાર સુધી ૩૮ લોકોની ધરપકડ કરવામાં આવી છે. જે પેટ્રોલ પંપ પરથી ખુલ્લુ પેટ્રોલ લેવામાં આવ્યું તેના પર પણ કાયદાકીય કાર્યવાહી થશે. જાેઈન્ટ કમિશનરે કહ્યું કે અમે હજુ કોઈ પોસ્ટર જાહેર કર્યાં નથી. પોલીસ ફોટોગ્રાફની ઓળખ કરી રહી છે. જાે તે ન મળે તો તેને જાહેર કરવામાં આવશે.
કુરૈશી જૌહર ફેન્સ એસોસિએશનના પદાધિકારી છે. તે સપાના નેતા હોવાનું પણ સામે આવ્યું છે. ફેસબુકમાં નિઝામ કુરૈશીએ સપા નેતાની સાથે તસવીરો પણ પોસ્ટ કરી છે. પોલીસ તેને શોધી રહી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું કે કેટલાક લોકો સોશિયલ મીડિયા પર અફવા ફેલાવી રહ્યાં છે. આવારા તત્વો માહોલ બગાડવાનો પ્રયાસ કરી રહ્યાં છે. હાલ તો પોલીસ સમગ્ર મામલે તપાસ કરી રહી છે સાથે આરોપીઓને ઝડપી લેવા માટે પણ કાર્યવાહી ચાલી રહી છે.hs2kp