કાનુન બનાવી આ દિશામાં આગળ વધવુ યોગ્ય રહેશે નહીં : કે સી ત્યાગી
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/05/advt-western-2021b-1024x696.jpg)
નવીદિલ્હી: જનતા દળ યુનાઇટેડના વરિષ્ઠ નેતા કે સી ત્યાગીએ કહ્યું છે કે દેશમાં જનસંખ્યા નિયઁત્રણ જરૂરી છે પરંતુ કાનુન બનાવી આ દિશામાં આગળ વધવું યોગ્ય રહેશે નહીં. ત્યાગીએ આ વિચાર એક ખાનગી ટીવી ચેનલ સાથેની મુલાકાતમાં વ્યકત કર્યા હતાં
બિહારથી રાજયસભાના સાંસદ રહી ચુકેલા ત્યાગીએ કહ્યું કે ૨૦૨૦માં સુપ્રીમ કોર્ટાં કેન્દ્ર સરકારે સોગંદનામુ આપ્યું હતું જેમાં કહેવામાં આવ્યું હતું કે ભારતમાં જનસંખ્યા ગત ૧૦૦ વર્ષમાં પહેલીવાર ઓછી થઇ છે ફર્ટિલીટી રેટ ઘટયો છે અને અલગથી જબરજસ્તી કાનુન બનાવવાની જરૂરત નથી
જદયુ નેતાએ કહ્યું કે જનસંખ્યા નિયંત્રણને ચુંટણીથી જાેડવું ખોટું હશે તેમણે કહ્યું કે પૂર્વ મુખ્ય ચુંટણી કમિશ્નર એસ વાઇ કુરૈશીએ પોતાના પુસ્તકમાં કહ્યું છે કે લક્ષદ્રીપ, કેરલ અને શ્રૂનગર સંભાગના ૧૦૦ ટકા મુસ્લિમ બહુમતિવળા વિસ્તારોમાં ફર્ટિલીટી રેટ ૧.૪ ટકા છે જયારે ઉત્તરપ્રદેશમાં ફર્ટિલિટી રેટ ૨.૪ ટકા છે એવો પ્રચાર કરવો ખોટો હશે કે મુસ્લિમ બહુમતિવાળા વિસ્તારમાં જનસંખ્યા તેજીથી વધી રહી છે. અમારો મત છે કે જનસંખ્યા નિયંત્રણની સમસ્યાનો સામનો કરવા માટે સરકારે કાનુન બનાવી આગળ વધવું જાેઇએ નહીં
એ યાદ રહે કે આ પહેલા જદયુના એક વધુ દિગ્ગજ નેતા અને બિહારના મુખ્યમંત્રી નીતીશકુમાર પણ આ મુદ્દા પર બિહાર સરકારનું વલણ સ્પષ્ટ કરી ચુકયા છે. નીતીશે કહ્યું હતું કે દેશની જનસંખ્યાને ફકત કાનુન બનાવી નિયંત્રિત કરી શકાશે નહીં તેના માટે વધુ ઉપાયો કરવા પડશે શું દેશમાં રાષ્ટ્રીય સ્તર પર જનસંખ્યા નિયંત્રણ કાનુનની જરૂરત આવી ગઇ છે.
આ બાબતે પત્રકારો તરફથી પુછવામાં આવેલા સવાલ પર નીતીશ બાબુએ કહ્યું કે એક વાત અમે સ્પષ્ટ કહી રહ્યાં છે જે રાજય જે કરવા ઇચ્છે તે કરે પરંતુ અમારૂ માનવું છે કે જનસંખ્યાને ફકત કાનુન બનાવી નિયંત્રિત કરી શકાશે નહીં તમે ચીનને જ જાેઇ લો એકથી બે(બાળકોની સંખ્યા) કરી હવે બેની બાદ શું થઇ રહ્યું છે તમે કોઇ પણ દેશની સ્થિતિ જાેઇ લો આ સૌથી મોટી વસ્તુ છે કે મહિલાઓ શિક્ષિત રહેશે તો તેઓમાં જાગૃતિ આવશે અને પ્રજનન દર પોતાની આપ ઓછો થશે
મુખ્યમંત્રી નીતીશકુમારે કહ્યું કે મારૂ માનવું છે કે ૨૦૪૦ સુધી આ વૃધ્ધિ રહેશે નહીં અમારો વિચાર સ્પષ્ટ છે કે તેને કેવી રીતે ઓછો કરી શકીએ છીએ આ વાત તમામ સમુદાયને લાગુ થાય છે જાે મહિલા ભણેલી ગણેલી રહેશે તો પ્રજનન દરમાં કમી લાવી શકાય છે.