Western Times News

Gujarati News

કાન્સમાં હિના ખાને પ્રિયંકા ચોપરાના આઉટફિટની કોપી કરી

મુંબઈ, હિના ખાન ટેલિવિઝનની તેવી એક્ટ્રેસિસમાંથી એક છે, જેને પ્રતિષ્ઠિત કાન ફિલ્મ ફેસ્ટિવલમાં ભાગ લેવાની તક મળી છે. તેણે ૨૦૧૯માં ફિલ્મ ફેસ્ટિવલના રેડ કાર્પેટ પર ડેબ્યૂ કર્યું હતું અને આ વર્ષે પણ તેણે ભાગ લીધો હતો. એક્ટ્રેસ હજી કાનમાં જ છે અને અલગ-અલગ ઈવેન્ટમાં ભાગ લઈ રહી છે, ત્યાંથી તે ડિઝાઈનર આઉટફિટમાં પોતાની ગોર્જિયસ અને બોલ્ડ તસવીરો પણ શેર કરી છે.

મંગળવારે તેણે સ્કાય બ્લૂ મેટાલિક ગાઉન પહેર્યું હતું. આ ગાઉનમાં તસવીરો શેર કરતાં પહેલા તેને જરાય ખ્યાલ નહીં હોય કે લોકો તેને ટ્રોલ કરી દેશે અને પ્રિયંકા ચોપરા સાથે સરખામણી કરશે. કારણ કે, હિના ખાનનું ગાઉન પ્રિયંકા ચોપરાએ ૨૦૧૯માં ફિલ્મ ઈવેન્ટમાં પહેરેલા બ્લેક ગાઉન સાથે મેચ ખાતું હતું. બંને એક્ટ્રેસ અલગ-અલગ કલરનું સરખો ગાઉન પહેર્યો હતો અને અલગ રીતે સ્ટાઈલ કર્યો હતો.

પરંતુ તેનો કટ અને શિમરી બોટમ સરખું હતું. બંને ખૂબ જ કોન્ફિડન્સ સાથે ગાઉન કેરી કર્યું હતું. તેમ છતાં ઈન્ટરનેટ પર સરખામણી થવા લાગી હતી. હિના ખાન, જે પ્રિયંકા ચોપરાની સૌથી મોટી પ્રશંસક છે તે સરખામણી થતી જાેઈને હસવું રોકી શકી નહોતી.

તેણે ટિ્‌વટર પર રિપોર્ટ્‌સ પર રિએક્ટ કરતાં લખ્યું હતું ‘સીરિયસલી, તે ધ પ્રિયંકા ચોપરા છે. ૨૦૧૯માં કાન ઈવેન્ટમાં હિના ખાન પહેલીવાર પ્રિયંકા ચોપરા અને તેના પતિ નિક જાેનસને મળી હતી. પ્રિયંકાએ જ તેને આમંત્રિત કરી હતી અને બધા સાથે તેની ઓળખ કરાવી હતી.

હિના ખાન આ વાતથી એટલી ખુશ થઈ હતી કે ઈવેન્ટ દરમિયાનની તસવીરો શેર કરીને તેનો ખાસ આભાર માન્યો હતો અને તેના કામ તેમજ ટેલેન્ટના વખાણ કર્યા હતા. કાન ૨૦૨૨નું વાત કરીએ તો, હિના ખાન પર્પલ કલરના ઓફ-શોલ્ડર ગાઉનમાં એન્ટ્રી મારી હતી.

તેની તસવીરો ઈન્ટરનેટ પર વાયરલ થઈ હતી. વૉક કર્યા બાદ અનુપમા ચોપરાને આપેલા ઈન્ટરવ્યૂમાં તેણે ઈન્ડિયન પેવેલિયનમાં આમંત્રિત ન કરવા બદલ નારાજગી વ્યક્ત કરી હતી. તેણે કહ્યું હતું કે ‘હાલમાં જ એક ઓપનિંગ સેરેમની હતી અને ઈન્ડિયન પેવેલિયનમાં એક ઈવેન્ટ થઈ રહી હતી.

દરેક કોઈ ત્યાં હતું. માત્ર બોલિવુડ સ્ટાર્સ જ નહીં સિંગર્સ પણ હતા. આ સિવાય જાણીતા ટેલેન્ટેડ દિગ્ગજાે હતા. તેવું નથી કે મને ઈર્ષ્યા થઈ રહી છે. પરંતુ મને તો તેમના પર ગર્વ થાય છે. પરંતુ સાથે જ તે જાેઈને દિલ તૂટી જાય છે કે હું કેમ ત્યાં નહોતી?. જણાવી દઈએ કે, આ વર્ષે ફિલ્મ ફેસ્ટિવલમાં એક્ટ્રેસની અપકમિંગ ફિલ્મ ‘કન્ટ્રી ઓફ બ્લાઈન્ડ’નું પોસ્ટર લોન્ચ કરવામાં આવ્યું હતું.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.