કાપડના વેપારીએ પોતાના અને પરિવારના ૧.૭૫ કરોડ ગુમાવ્યા
વધુ નફો કમાવાની લાલચમાં સત્સંગીએ પોતાની સાથે ધંધો કરવાનું કહી રોકાણ કરાવ્યું અને એકાદ વર્ષમાં રૂપિયા પડાવી લીધા
અમદાવાદ,અમદાવાદમાં ટ્રેડિશનલ કપડાના વેપારીન સુરત જિલ્લાના બક્ષીપંચ મોરચાના પ્રમુખ હોવાનું જણાવી વિશ્વાસમાં લઈને એમ.ડી એન્ટરપ્રાઇઝ નામની ડ્રાયફ્›ટના ધંધામાં પ્રોપરાઇટર ફર્મમાં રોકાણ કરવાનું કહી ૧.૭૫ કરોડ રૂપિયા પડાવી વેપારી સાથે છેતરપિંડી કરવામાં આવી છે. આ અંગે ટ્રેડિશનલ કપડાના વેપારીએ ક્રાઈમ બ્રાન્ચના આર્થિક ગુના નિવારણ શાખામાં ૬ વ્યક્તિ વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. નારણપુરામાં રહેતા ભાવેશ દરજી વર્ષાેથી ટ્રેડિશનલ કપડા સીવવાનું કામ કરે છે.
ભાવેશભાઈ એક સંપ્રદાય સાથે જોડાયેલા છે અને નિયમિત મંદિરમાં સેવા આપે છે. તેમને તેમના પરિચિત નિમેશ દેસાઈએ આણંદમાં મકાન ખરીદવા અંગે જણાવ્યું હતું. ત્યારે જ સ્વામી આણંદમાં પધારવાના હતા. માટે પોતાને ત્યાં દર્શન માટે જાય તો ઉતારાની વ્યવસ્થા થઇ જાય તેમ માનીને તેમણે મકાન લેવામાં રસ બતાવ્યો હતો. મિત્ર નિમેષ દેસાઇ મારફતે તેઓ મકાન માટે દિપેશ મકવાણાના સંપર્કમાં આવ્યા હતા અને તેમને આણંદમાં દીપેશ મકવાણાને મકાનના પૈસા આપીને બહાનાખત કરાવ્યો હતો.
મકાન ખરીદી માટે તેમને પાંચ લાખ રૂપિયા આપ્યા હતા, પરંતુ તેઓ મકાનમાં રહેવા ગયા નહોતા. દિપેશ મકવાણા સાથે સારો સંબંધ થતા દિપેશે પોતે એક સંપ્રદાય સાથે જોડાયેલ હોવાનું જણાવ્યું હતું. આ ઉપરાંત પોતે સુરત જિલ્લાના બક્ષીપંચ મોરચાના પ્રમુખ હોવાનું પણ જણાવ્યું હતું. દીપેશે ભાવેશભાઈને વિશ્વાસમાં લઈને ડ્રાયફ્›ટના ધંધામાં રોકાણ કરવાનું જણાવ્યું હતું. જે ધંધા માટે ટુકડે ટુકડે ૧.૦૬ લાખ રૂપિયાની રકમ ભાવેશભાઈ પાસેથી જુદા-જુદા બેન્ક એકાઉન્ટમાં લીધી હતી.
જેમાં તેની પત્ની અને ભાઈના નામે પણ પૈસા ટ્રાન્સફર કરાવ્યા હતા. થોડા જ દિવસમાં દિપેશે નફાના ૨૦ હજાર ભાવેશ ભાઇને આપ્યા હતા. જેથી તેમને દિપેશ પર વધુ વિશ્વાસ આવ્યોહતો. થોડા દિવસ બાદ દિપેશને ધંધામાં વધુ પૈસાની જરૂર પડતાં ભાવેશભાઇએ બીજા ૧૫ લાખ રૂપિયા પણ આપ્યા હતા. સંબંધીઓ પાસેથી પણ ૪૧ લાખ રૂપિયા લઇને ભાવેશભાઈએ દીપેશને આપ્યા હતા.
આમ દિપેશના કુલ ૧.૭૫ કરોડ રૂપિયા રોકાણ માટે આપ્યા હતા. પરંતુ રોકાણની સામે કોઈ વળતર આપ્યું નહોતું અને રોકાણ કરેલા પૈસા પણ પરત આપ્યા નહોતા. જેથી ભાવેશભાઈએ દિપેશ મકવાણા, નિકિતા મકવાણા, ધવલ મકવાણા, હંસા મિસ્ત્રી, પાર્થ મિસ્ત્રી અને ધ્›વીલ દેસાઈ સામે આર્થિક ગુના નિવારણ શાખામાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોધી તપાસ શરૂ કરી છે.ss1