કાપડ બજારમાં નવા ઓર્ડર શરૂ થયા પરંતુ જૂની ઉઘરાણી બાકી હોવાથી વેપારીઓ અવઢવમાં

અમદાવાદ, અમદાવાદના કાપડ બજારમાં ઘણા લાંબા સમયથી મંદી ચાલી રહી છે. કોરોના મહામારીને કારણે કાપડ બજારની હાલત ખરાબ થઈ ગઈ છે. હવે ધીરે ધીરે અમદાવાદ સહિત દેશમાં કાપડના બજાર ખુલી ગયા છે. અમદાવાદના પ્રોસેસ હાઉસીસમાં નવ કાપડ બનવાની શરૂઆત થઈ ગઈ છે. અન્ય શહેરોમાંથી અમદાવાદના વેપારીઓને કાપડન ઓર્ડર પણ ધીરે ધીરે મળતા થઈ ગયા છે. અમદાવાદના વેપારીઓ માટે સૌથી મોટી અવઢવ એ છે કે જે વેપારીઓ ઓર્ડર આપી રહ્યા છે
તેમના અગાઉના ઘણા બિલના રૂપિયા લેવાના બાકી છે. હવે પહેલા ઉઘરાણી પૂરી કરવી કે નવો ધંધો કરવો તે મુદ્દાને કારણે વેપારીઓ ચિંતીત છે. બહારગામના ઘણા વેપારીઓ દ્વારા અગાઉનો હિસાબ પૂરો નહીં કરવામાં આવ્યો હોવાની ઘણી ફરીયાદો પણ કાપડ મહાજનની લવાદ કમિટિમાં આવી રહી છે.
કાપડ બજારમાં ઘણા લેભાગુ વેપારીઓ મોટા પ્રમાણમાં ઉધાર માલ ખરીદીને પેઢીનુ ઉઠમણ કરી ે દેતા હતા. આ દૂષને ડામવા કાપડ મહાજને કડક પગલાૃ શરૂં કર્યા છે. હવે આવી લેભાગુ કંપનીઓ અને મદદ કરનાર સ્થાનિક વેપારીઓ કે દલાલોને બ્લેકલીસ્ટ કરવામાં આવી રહ્યા છેે.તેથી વેપારીઓનો માલ લઈને ઉઠી જતી પેઢીઓનુ પ્રમાણ ઘટી રહ્યુ છે.
![]() |
![]() |
પ્રવર્તમાન મદી વચ્ચે બજારો પણ ખુલી ગયા છે. અને અમદાવાદ ના કોટનની દુનિયાભરમાં માંગ હોવાથી અમદાવાદી વેપારીઓને ધેીરે ધીરે નાના મોટા ઓર્ડર મળવા લાગ્યા છે. બહારગામના વેપારીઓ પણ ભારે મંદીનો સામનો કરી રહ્યા હોવાથી જૂના હિસાબ ક્લિયર કરી શક્યા નથી. અગાઉની ઉઘરાણી બાકી હોય અને નવા માલ માટે ઓર્ડર આપવામાં આવે ત્યારે માલ આપવો કે નહીંં તે મુદ્દે વેપારીઓ દ્વિધા અનુભવી રહ્યા છે.