કાપડ માર્કેટમાં ઉઠમણાં કરનારાઓ વિરૂધ્ધ ગુજસીટોક હેઠળ કાર્યવાહીની માંગણી
સુરત, ફેડરેશન ઓફ ગુજરાત વીવર્સ વેલ્ફેર એસોસીએશન ફોગવા દ્વારા શુક્રવારે રાજયના ગૃહમંત્રી હર્ષસંઘવીને પત્ર મોકલી ઉઠમણું કરનારા તેમજ પેમેન્ટ નહી ચુકાવનારા ચીટર વેપારીઓ સામે ગુજસીટકો એકટ હેઠળ કાર્યવાહી કરવાની માંગણી કરવામાં આવી છે.
હાલમાંજ કાપડ માર્કેટમાંથી ગ્લોબલ ટેક્ષટાઈલ માર્કેટમાંથી સાત વેપારીઓએ ઉઠમણું કરી લેતા ૧૦૦થી વધુ વીવર્સની ર૪ કરોડ રૂપિયા તેમની પાસે ફસાયા છે. ફોગવાએ આવા કેસો અંગે રજૂઆત કરતા જણાવ્યું છે કે છેલ્લા કેટલાક વર્ષોથી કાપડ માર્કેટમાં વેપારીઓને છેતરવા માટે કેટલીક ચીટર ટોળકી સક્રીય બની છે. ચીટરો વેપાર શરૂ કર્યા બાદ કરોડોમાં ઉઠમણું કરી જાય છે.
તે ઉપરાંત પત્રમાં જણાવ્યું છે કે વેપારીઓ સાથે આયોજનબદ્ધ રીતે મા લઈ કોઈ પણ જાતની ચુકવણી નહી કરવાના ઈરાદે કોઈ વેપારી પોતાની ઓફીસ બંધ કરી ભાગી જાય અથવા દુકાન બંધ રાખી પેમેન્ટ નહી કરે તેવા કિસ્સાને પણ ગુજસીટોકની કલમ ર ડી હેઠળ માની ગુનો દાખલ કરવો જાેઈએ. જાે આવા અવરોધોને ગુજસીટકોની કલમ ર-ડી માં શામેલ કરવામાં આવશે તો ઉઠમણાં ઘટવાની સંભાવના છે.