કાબુલથી ડુંગળીનો જથ્થો પહોંચવાની શરૂઆત થઇ
નવી દિલ્હી : ડુંગળીની કિંમતો હવે વધારે સમય સુધી રડાવશે નહીં. કારણ કે કાબુલએ ભારત સાથે મિત્રતાને અદા કરીને ભારતીય માર્કેટોમાં ડુંગળીના જથ્થાને મોકલી દેવાની શરૂઆત કરી છે. દેશની પશ્ચિમી સરહદ નજીક આવેલા પંજાબના જુદા જુદા શહેરોમાં તો અફઘાનિ ડુંગળી હવે જાવા મળે છે. અફઘાનિ ડુંગળીના વેચાણની શરૂઆત થતા ડુંગળીની કિંમતમાં હવે ઘટાડો થવાની પણ શરૂઆત થઇ રહી છે. વેપારી સુત્રોએ માહિતી આપતા કહ્યુ છે કે અફગાનિસ્તાનમાંથી પાકિસ્તાનના રસ્તા મારફતે દેશમાં ડુંગળીનો જથ્થો પહોંચી રહ્યો છે. સુત્રોએ કહ્યુ છે કે અફઘાનિસ્તાનમાંથી ટુંક સમયમાં જ ૩૦-૩૫ ગાડી ડુંગળી પહોંચનાર છે. જેની લોડિંગની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે.
હાલમાં જ ભારતમાં ડુગંળીની કિંમતમાં ઉલ્લેખનીય વધારો થઇ ગયો હતો. જેના કારણે અફઘાનિસ્તાનમાં સક્રિય રહેલા વેપારીઓ તેમના ડુંગળીના જથ્થાને ભારતમાં મોકલી દેવાની શરૂઆત કરી ચુક્યા છે. અફઘાનિસ્તાનના વેપારીઓ ભારે ઉત્સાહિત દેખાઇ રહ્યા છે. જાણકાર લોકો કહી રહ્યા છે કે જા ડુંગળીના ભાવ પ્રતિ કિલો ૩૦ રૂપિયા રહેશે તો પણ અફઘાનિસ્તાનમાંથી ડુંગળીનો જથ્થો આવતો જ રહેશે. વેપારી સુત્રોએ માહિતી આપતા કહ્યુ છે કે આ સમયમાં અમૃતસર અને લુધિયાણામાં અફઘાનિસ્તાની ડુંગળી ૩૦-૩૫ રૂપિયા પ્રતિ કિલો વેચાઇ રહી છે.
પાકિસ્તાનના રસ્તા મારફતે ડુંગળી પહોંચી રહી છે. પાકિસ્તાનમાંથી ડુંગળી પહોંચવાને લઇને પ્રશ્ન કરવામાં આવતા કસ્ટમ વિભાગના અધિકારીઓએ કહ્યુ છે કે અફઘાનિસ્તાનમાંથી માલ પહોંચે તેમાં કોઇ રોક નથી. દિલ્હીની અઝાદપુરી મંડીના કારોબારી અને ઓનિયન મર્ચેન્ટ એસોસિએશનના પ્રમુખ રાજેન્દ્ર શર્માએ કહ્યુ હતુ કે એક બે દિવસમાં દિલ્હીના મંડીઓમાં અફઘાનિસ્તાની ડુંગળીનો જથ્થો પહોંચવાની શરૂઆત થઇ જશે.
ત્યારબાદ સ્થિતિ વધારે હળવી બની શકે છે. તેમણે કહ્યુ હતુ કે જથ્થો પહોંચી જવાની શરૂઆત થયા બાદ ડુંગળીની કિંમતમાં ઘટાડાનો સિલસિલો શરૂ કરી દેવાશે. બીજી બાજુ કર્ણાટકમાંથી પણ ડુંગળીનો જથ્થો પહોંચી રહ્યો છે. કારોબારીઓના કહેવા મુજબ કર્ણાટકમાંથી પાંચ ટ્રક નવી ડુગંળીનો જથ્થો પહોંચી ચુક્યો છે. આઝાદપુર મંડીમાં બુધવારના દિવસે છેલ્લા કેટલાક દિવસ બાદ દિલ્હીમાં ડુંગળની કિંમત ૪૦ રૂપિયા કરતા નીચે પહોંચી ગઇ છે. વેપારી સુત્રોએ કહ્યુ હતુ કે દિલ્હીમાં ડુંગળીના હોલ સેલ ભાવ ૨૫-૩૮ રૂપિયા પ્રતિ કિલોની આસપાસ છે.
જે છેલ્લા સપ્તાહમાં ભાવ ૫૦ રૂપિયા સુધી પહોંચી ગયો હતો. હવે સ્થિતિહળવી બનવાના સંકેત દેખાઇ રહ્યા છે. ભાવમાં સતત વધારો થઇ રહ્યો હતો જેના કારણે હવે સામાન્ય લોકો પરેશાન દેખાઇ રહ્યા હતા. જા કે હવે Âસ્થતી હળવી બની ગઇ છે. આગામી દિવસોમાં ડુંગળીના ભાવ વધારે સ્થિર થવાના સંકેત દેખાઇ રહ્યા છે. સામાન્ય લોકોને હાલમાં ડુંગળી ભારે રડાવી રહી હતી. જા કે હવે લોકોની સમસ્યા દુર થનાર છે.