કાબુલમાંપૂજારીએ ભાગવાનો ઇન્કાર કર્યો – છેલ્લા શ્વાસ સુધી મંદિરમાં રહીશ

કાબુલ, ભારત જ્યારે રવિવારે આઝાદીનો ઉત્સવ મનાવી રહ્યુ હતુ એ વખતે અફઘાનિસ્તાનની સત્તામાં તાલિબાનોએ પોતાની અધિકાર જમાવી લીધો. કાબુલમાં પ્રવેશ સાથે જ તાલિબાની આકાઓએ અફઘાન રાષ્ટ્રપતિ ભવનને પોતાના કબજામાં લઈ લીધુ.
અફઘાનિસ્તાનમાં તાલિબાનના ડરના કારણે એરપોર્ટ અને બૉર્ડર પર લોકોની ભીડ જામેલી છે.ભારતમાં પણ એક સ્પેશિયલ વિમાન મોકલીને ૪૦૦થી વધુ નાગરિકોને એરલિફ્ટ કરવામાં આવ્યા. કાબુલથી પણ લોકોને બહાર લાવવાનુ કામ ઝડપથી ચાલી છે પરંતુ આ દરમિયાન રાજધાનીના એકમાત્ર પૂજારી પંડિત રાજેશ કુમારે રતન નાથ મંદિરને છોડવાનો ઈનકાર કરી દીધો છે.
રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ(આરએસએસ)ના મુખપત્ર ઑર્ગેનાઈઝરમાં છપાયેલા રિપોર્ટ મુજબ અફઘાનિસ્તાનની રાષ્ટ્રીય રાજધાની કાબુલ સ્થિત રતન નાથ મંદિરના પૂજારી પંડિત રાજેશ કુમારે પોતાનો જીવ બચાવવા માટે શહેર છોડીને ભાગવાનો ઈનકાર કરી દીધો છે. રાજેશ કુમારનુ કહેવુ છે કે તેને ઘણા હિંદુઓએ કાબુલ છોડવા માટે કહ્યુ. તે પૂજારીના રહેવા, જમવા અને યાત્રાની વ્યવસ્થા પણ કરવાની રજૂઆત કરી ચૂક્યા છે પરંતુ રાજેશ કુમારે તેમની સાથે જવાનો ઈનકાર કરી દીધો.
રાજેશ કુમારે કહ્યુ, ‘મારા પૂર્વજાેએ સેંકડો વર્ષો સુધી આ મંદિરની સેવા કરી. હું એને નહિ છોડુ. જાે તાલિબાન મને મારી નાખશે તો હું એને મારી સેવા માનુ છુ.’ ઉલ્લેખનીય છે કે અફઘાનિસ્તાનમાં હવે તાલિબાનનુ નિયંત્રણ થઈ ચૂક્યુ છે. દેશના લઘુમતીઓ પોતાનો જીવ બચાવવા બીજા શહેરો તરફ પલાયન કરી રહ્યા છે. કાબુલ સહિત ઘણા શહેરોમાં અફડાતફડીનો માહોલ છે, લોકો કોઈ પણ રીતે દેશમાંથી બહાર નીકળવાની કોશિશ કરી રહ્યા છે.HS