કાબુલમાં અમેરિકન સૈનિકોએ પોતે આ વિસ્ફોટ કરાવ્યા છે: તાલીબાન

કાબુલ, અફઘાનિસ્તાનના કાબૂલ એરપોર્ટ બ્લાસ્ટમાં ૭૨થી વધારે લોકોના મોત થયા છે. જેમાંથી ૧૩ અમેરિક નૌસૈનિકો સામેલ છે. એક તરફ જ્યા આઇએસઆઇએસએ હુમલાની જવાબદારી સ્વીકારી લીધી છે. ત્યારે બીજી તરફ તાલિબન જે આનું ઠીકરુ અમેરિકાના માથે ફોડી રહ્યું છે. કાબૂલ વિસ્ફોટ કરનારા આતંકવાદીઓએ ખરી ખોટી સંભળાવાની જગ્યાએ તાલિબાન અમેરિકાને જ આ હુમલા માટે જવાબદાર ગણાવી રહ્યું છે . તાલિબાને કહ્યું કે અમેરિકન સૈનિકોઓ પોતાના સામાનને નષ્ટ કરવા માટે વિસ્ફોટ કરાવ્યા છે.
ગત કેટલાક દિવસ પહેલા અફઘાનિસ્તાનને પોતાના કન્ટ્રોલમાં કરનારા તાલિબાનના પ્રવક્તા જબીબુલ્લાહે મુઝાબિદે ટ્વીટ કરી કહ્યું કે કાબૂલમાં સાંજે અનેક વિસ્ફોટનો અવાજ આવ્યો. કાબૂલ એરપોર્ટની અંદર અમેરિકન સૈનિકોએ પોતાના સામાનને નષ્ટ કરવા માટે વિસ્ફોટ કર્યા. કાબૂલ વાસી આનાથી જરાય પણ ગભરાય નથી. ત્યારે સમાચાર એજન્સી મુજબ તાલિબાને કાબૂલ હુમલાની નિંદા કરી છે અને કહ્યું છે કે આ એ વિસ્તારમાં થયું છે જે અમેરિકન સૈનિકોના નિયંત્રણમાં છે. તાલિબાનના પ્રવક્તા જબીહુલ્લા મુઝાહિદે કહ્યું કે અમનું સંગઠન ગુરુવારે થયેલા હુમલાની સખત નિંદા કરે છે. અને સુરક્ષા પર પુરૂ ધ્યાન આપી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે અફઘાનિસ્તાનમાં ગુરુવારે થયેલા કાબૂલ એરપોર્ટ પાસેના બ્લાસ્ટ અને ફાયરિંગ દ્વારા ભીડ પર કરવામાં આવેલા હુમલામાં ઓછામાં ઓછા ૭૨ લોકોના મોત થયા છે. જ્યારે અનેક ઘાયલ થયા છે. હુમલામાં ૧૩ અમેરિકન નૌસૈનિકો માર્યા ગયા છે. જ્યારે ૧૮ ઘાયલ થયા છે. એક અફઘાન અધિકારીએ દાવો કર્યો છે કે હુમલામાં ઓછા ઓછા ૬૦ અફઘાની માર્યા ગયા છે. જ્યારે ૧૪૩ અન્ય ઘાયલ થયા છે.HS