Western Times News

Gujarati News

કાબુલમાં આતંકવાદી હુમલોઃ ૩૨ લોકોના મોત

કાબુલ, અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં આંતકવાદી હુમલો થયો છે. આ હુમલામાં ઓછામાં ઓછા ૩૨ લોકોના મોત થયા છે અને ૬૧ ઈજાગ્રસ્ત થયા છે. આતંકવાદી સંગઠન આઇએસ દ્વારા આ હુમલાની જવાબદારી લેવામાં આવી છે. એક વર્ષ અગાઉ હિજ્બ-એ-વહદતના નેતા અબ્દુલ અલી મજારીનું અવસાન થયું હતું. તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે યોજાયેલી એક જાહેરસભામાં આ હુમલો થયો હતો. બે બંદુકધારી આતંકવાદીએ લોકો પર ગોળીઓ છોડવાનું શરૂ કર્યું હતું. જોકે, બાદમાં સુરક્ષાકર્મીઓએ બન્ને હુમલાખોરોને ઠાર કર્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે અમેરિકા અને તાલિબાન વચ્ચે શાંતિ સમજૂતી થયા બાદનો આ સૌથી મોટો હુમલો છે. અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ અશરફ ગનીએ હુમલાની ટીકા કરી છે. તેમણે ટિ્‌વટ કર્યું છે કે આ હુમલો અફઘાનિસ્તાનની રાષ્ટ્રીય એકતા અને માનવતા પર પ્રહાર છે. ભારતે કાબુલમાં થયેલા આ હુમલાની આકરી ટીકા કરી છે. ભારતના વિદેશ મંત્રાલયે કહ્યું છે કે આંતરરાષ્ટ્રીય સમુદાયે આતંકવાદ સામે લડવા માટે એકજુટ થવાની જરૂર છે. સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે પણ હુમલાની ટીકા કરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.