કાબુલમાં આતંકવાદી હુમલો: 14 રોકેટ ફેંકાયાં, સ્કૂલ અને રહેઠાણ વિસ્તારો પર ત્રાટક્યા
કાબુલ, અફઘાનિસ્તાનના પાટનગર કાબુલમાં આજે સવારે આતંકવાદી હુમલો થયો હતો. આતંકવાદીઓએ કાબુલમાં મરિયમ હાઇસ્કૂલ અને રહેઠાણ વિસ્તારમાં 14થી વધુ રૉકેટ હુમલો કર્યો હતો. પ્રાથમિક અહેવાલ મુજબ ત્રણ વ્યક્તિનાં મરણ થયાં હતાં અને બીજા સંખ્યાબંધ લોકોને ઇજા થઇ હતી.
કાબુલના ડિસ્ટ્રીક્ટ ટેનમાં આવેલા દસ રહેવાસી મકાનો પર અને મરિયમ સ્કૂલ પર આ રૉકેટ છોડવામાં આવ્યા હતા. ચાહર કલા પાવર ટાવર, તાહેરી અલે, નેમત પ્લાઝા, સલામ યુનિવર્સિટી નજીકનો વિસ્તાર, ગોલસોર્ખ ક્રોસરોડ્સ અને ડિસ્ટ્રીક્ટ ફોરના સદરત ક્રોસરોડ્સ, પબ્લિક ગાર્ડન બ્રિજ અને નેશનલ આર્કાઇવ્સ પાસે સ્પીન જાર રોડ પર આ રૉકેટ છોડવામાં આવ્યા હતા.
ગૃહ મંત્ર્યાલયના પ્રવક્તા તારીક આરિયાને આ હુમલાને સમર્થન આપતાં કહ્યું હતું કે કાબુલના રહેણાક વિસ્તારમાં સંખ્યાબંધ રોકેટ હુમલા થયા હતા. સોશ્યલ મિડિયા પર લોકોએ પણ ટ્વીટ કરી હતી કે ન્યૂ સિટી વિસ્તારમાં હુમલો થયો હતો.