કાબુલમાં ફસાયેલા નાગરિકોને નિકાળવાની વિદેશમંત્રી જયશંકરે અમેરિકા સાથે ચર્ચા કરી
નવીદિલ્હી, તાલિબાને અફઘાનિસ્તાન પર કબ્જાે મેળવી લીઘા બાદ ભારત શહિદ અનેક દેશના નાગરિકો કાબુલમાં ફસાયેલા છે. જેથી પરિસ્થિતીને ધ્યાનમાં રાખીને વિદેશ મંત્રી એસ જયશંકર અને અમેરિકાના વિદેશ મંત્રી એંટની બ્લિંકને ફોન પર વાતચીત કરી છે. જેમા તેમણે કાબુલમાં ફસાયેલા નાગરિકોને બહાર નિકળાવાની ચર્ચા કરી હતી. છેલ્લા એક સપ્તાહમાં બંને નેતાઓએ બીજી વખત એકબીજા સાથે વાતચીત કરી છે. વિદેશ વિભાગના પ્રવતક્તા નેડ પ્રાઈલે કહ્યું કે બંને નેતાઓએ અફઘાનિસ્તાનની પરિસ્થિતી મુદ્દે ચર્ચા કરી હતી. જાેકે બીજી તરફ તાલિબાન કાબુલ એરપોર્ટ પર અફરાતફરી મચાવી રહ્યું છે.
અમેરિકા અને ભારત સહિત જે પણ દેશના લોકો હાલ અફઘાનિસ્તાનમં ફસાયા છે તેઓ સુરક્ષીત ત્યાથી બહાર નીકળે તેવા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. અગાઉ જ્યારે વિદેશ મંત્રી એસ જયશંકર સંયુક્ત રાષ્ટ્રની યાત્રાએ ગયા હતા ત્યારે ત્યા પણ દ્વિપક્ષીય બેઠકોમાં અફઘાનિસ્તાનની પરિસ્થિતીને લઈને ચર્ચા થઈ હતી.
વિદેશ મંત્રીએ પત્રકારો સાથે વાત કરતા કહ્યું હતું કે ભારત અફઘાનિસ્તાનની સ્થિતી પર સતત નજર રાખી રહ્યું છે. સાથેજ તેમણે એવું પણ કહ્યું હતું કે માત્ર ભારત નહી પરંતુ આખા વિશ્વનું ધ્યાન અત્યારે અફઘાનિસ્તાનની પરિસ્થિતી પર છે. જેથી ભારત પણ તેમના નાગરિકોને અફઘાનિસ્તાનથી સુરક્ષિત લાવવાના પ્રયાસ કરી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે અફઘાનિસ્તાની પરિસ્થિતીને ધ્યાનમાં રાખીને વિદેશ મંત્રી એસ જયશંકર મેક્સિકો, પનામા અને ગુયાનાની યાત્રા પણ નથી કરવાના. ગત મંગળવારે કાબુલથી આપણા રાજદુત રવેન્દ્ર ટંડન અને કાબુલ દૂતાવાસના કર્મચારીઓને પરત લાવવામાં આવ્યા હતા. જેમા કુલ ૧૨૦ જેટલા ભારતીયોને પરત આપણા દેશમાં લાવવામાં આવ્યા હતા જેઓ ત્યા ફસાઈ ગયા હતા.HS