Western Times News

Gujarati News

કાબુલ એરપોર્ટ પર સ્થિતિ ભયાનક : પ્લેનમાં બેસવા મારામારી

કાબુલ, અફઘાનિસ્તાન પર તાલિબાનના કબ્જાના કારણે પરિસ્થતિ ઘણી ખરાબ થઈ ગઈ છે. કાબુલ એરપોર્ટની ઘણી ભયાવહ તસવીર અને વીડિયો સામે આવ્યા છે. જે સોશ્યલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યા છે. પરિસ્થિતિ બગડવાના કારણે લોકો અફઘાનિસ્તાનથી પલાયન કરી રહ્યા છે અને એરપોર્ટ પર પરિસ્થિતિ એટલી બગડી ગઈ છે કે ત્યાં પગ મૂકવાની જગ્યા નહોતી.

અફઘાનિસ્તાનને લઈને સમગ્ર દુનિયાને જે વાતનો ડર કેટલાય દિવસથી હતો, તે ડર આખરે રવિવારે સાચો સાબિત થયો. કાબુલ પર કબ્જાની સાથે જ અફઘાનિસ્તાનમાં 20 વર્ષ બાદ તાલિબાનનું ફરીથી રાજ થઈ ગયુ. તાલિબાન રિટર્નના કારણે કાબુલ સહિત સમગ્ર અફઘાનિસ્તાનમાં ત્રાહિમામની સ્થિતિ છે અને લોકો કોઈ પણ સ્થિતિમાં ત્યાંથી નીકળવા ઈચ્છે છે.

તાલિબાન વિશ્વાસ અપાવે છે કે કાબુલમાં હાજર રાજદૂતોને ડરવાની જરૂર નથી પરંતુ તાલિબાનનો આતંક લોકોના દિલ-દિમાગ પર હાવી છે, આનો પુરાવો કાબુલના ઈન્ટરનેશનલ એરપોર્ટ પર જોવા મળ્યો. કાબુલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર અફરાતફરીનો માહોલ જોવા મળ્યો અને એરપોર્ટ પર હાજર ભીડ જલ્દીથી જલ્દી અફઘાનિસ્તાન છોડવા માટે કોઈ પણ પરિસ્થિતિમાં ફ્લાઈટમાં ચઢવાને લઈને બેચેન જોવા મળી. ત્યાં NATO દેશોએ નિર્ણય લીધો છે કે કાબુલની તમામ કોમર્શિયલ ફ્લાઈટ સસ્પેન્ડ રહેશે અને કાબુલ એરપોર્ટનો ઉપયોગ હવે માત્ર મિલિટ્રી માટે થશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.