કાબુલ એરપોર્ટ બાદ હવે આઇએસઆઇએસના નિશાન પર ભારત: ગુપ્તચર એજન્સી

કાબુલ, તાલિબાનથી લડી રહેલા રહેલા અફઘાનિસ્તાનના કાબુલ એરપોર્ટ પર સિરિયલ બોમ્બ બ્લાસ્ટે દુનિયાને હચમચાવી હતી. કાબુલ એરપોર્ટના ગેટ પર થયેલા આ વિસ્ફોટોમાં ૧૦૦ થી વધુ લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. આ મૃતકોમાં ૧૩ અમેરિકન સૈનિકો પણ છે. સેંકડો લોકો ખરાબ રીતે ઘાયલ થયા છે. આ વિસ્ફોટો પાછળ ઇસ્લામિક સ્ટેટનો ખોરાસન જૂથનો હાથ છે આઇએસઆઇએસે કાબુલ એરપોર્ટ પર આત્મઘાતી આતંકવાદી હુમલાની જવાબદારી લેતા ઇસ્લામિક સ્ટેટે કહ્યું છે કે અમે એરપોર્ટ પર બંને હુમલા કર્યા છે.
આ સાથે આઇએસઆઇએસ દ્વારા એક આત્મઘાતી બોમ્બરની તસવીર પણ શેર કરી હતી, જેણે એરપોર્ટના ગેટ પર જઈને પોતાને ઉડાવી દીધો હતો. રિપોર્ટ અનુસાર કાબુલ એરપોર્ટ પર આતંક મચાવનાર ઇસ્લામિક સ્ટેટ ખોરાસનના રડાર પર હવે ભારત છે. ભારતીય ગુપ્તચર એજન્સીઓના સૂત્રોના જણાવ્યા અનુસાર, અફઘાનિસ્તાનમાં પોતાનું મેદાન મજબૂત કર્યા પછી, ઇસ્લામિક સ્ટેટ ખોરાસન, જેને આઇએએસ કે અથવા આઇએસઆઇએસ કે તરીકે પણ ઓળખવામાં આવે છે, તે હવે મધ્ય એશિયા અને પછી ભારતમાં પણ આતંક ફેલાવી રહ્યું છે.
આતંકવાદી હુમલાઓ કરવા અને યુવાનોને તેમની જેહાદ સેનામાં ભરતી કરવાનો તેનો મુખ્ય એજન્ડા છે. વૈચારિક રીતે આતંકવાદીઓ ખિલાફતનું શાસન બનાવવા માંગે છે અને ભારત પણ આમાં સામેલ છે. ભારતમાંથી કેરળ અને મુંબઈના ઘણા યુવકો આતંકવાદી સંગઠન આઇએસઆઇએસમાં જાેડાયા છે. એક અધિકારીએ કહ્યું કે જાે આ સંગઠનમાં ફરીથી રિવર્સ ઓસ્મોસિસ શરૂ થાય છે, તો દેશમાં ઘણા સ્પિલર સેલ ફરીથી સક્રિય થઈ શકે છે.HS