કાબોલામાં આવેલ ગુરુકૃપા પેપર મિલમાં ચડ્ડી ગેંગ ત્રાટકી ૬ લાખથી વધુ રૂપિયાની ચોરી કરી પલાયન
રાજ્યમાં ચડ્ડી-બનિયાન ધારી ગેંગ કારખાનાઓમાં ત્રાટકી ચોરી,લૂંટની ઘટનાને અંજામ આપવા માટે કુખ્યાત છે લોકડાઉન અનલોક થયા બાદ અરવલ્લી જીલ્લામાં તસ્કરો ટોળકી અને ઘરફોડ ગેંગ સક્રિય થતા લોકોમાં ફફડાટ ફેલાયો છે તસ્કર ટોળકી પોલીસતંત્રને પડકાર આપી રહી હોય તેમ સતત જીલ્લામાં નાની-મોટી ચોરીની ઘટનાઓ સામે આવી રહી છે
મોડાસા તાલુકાના કાબોલા ગામે આવેલ ગુરૂકૃપા ક્રાફટ નામની પેપર મીલમાં ચડ્ડી ગેંગ ત્રાટકી ઓફિસમાં રહેલ કબાટ અને ખાનામાંથી ૬ લાખથી વધુની ચોરી કરી ફરાર થઇ જતા ભારે ચકચાર મચી છે સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ હતી મિલના માલિકે રૂરલ પોલીસને જાણ કરતા તાબડતોડ ઘટનાસ્થળે પહોંચી ચોરીના સીસીટીવી ફૂટેજ લઈ ફરિયાદ નોંધવા તજવીજ હાથધરી હતી સિક્યુરિટી ગાર્ડ તૈનાત પેપરમિલમાં ચોરી થતા લોકોમાં અચરજ ફેલાયું છે
મોડાસા-હિંમતનગર રાજ્યધોરી માર્ગ પર કાબોલા પાટિયા પર આવેલી ગુરુકૃપા ક્રાફટ નામની પેપરમીલમાં રવિવારે રાત્રે ચડ્ડી પહેરેલ ત્રણ જેટલા શખ્શો ત્રાટક્યા હતા અને પેપરમીલની ઓફિસમાં રહેલ કબાટ અને ખાનામાં રાખેલ રૂપિયા ૬ લાખથી વધુની રોકડ ગણતરીની મિનિટ્સમાં લઇ ફરાર થઇ ગયા હતા
સોમવારે સવારે પેપરમીલના માલિક અને કર્મચારોએ ઓફિસ ખોલતા ઓફિસમાં માલસામાન અસ્તવ્યત પડેલ હોવાની સાથે કબાટ અને ટેબલના ખાના તૂટેલા જોતા ફાળ પડી હતી પેપરમીલના માલિકે ટેબલના ખાનામાં મુકેલ રોકડ રકમ ગાયબ થયેલી જણાતા ઓફિસના સીસીટીવી કેમેરા ચકાસતા ચડ્ડી પહેરેલ એક શખ્શ ચોરીની ઘટનાને અંજામ આપતો સીસીટીવી કેમેરામાં અને બે ચડ્ડી પહેરલ તસ્કરો ઓફિસ બહાર પહેરો ભરતા કેમેરામાં કેદ થતા પેપરમિલ માલિકે મોડાસા રૂરલ પોલીસને જાણ કરતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથધરી હતી