કામદાર સુધારાથી કામદારોની સુખાકારી અને અર્થતંત્રને વેગ મળશે
પ્રધાનમંત્રીએ કામદાર સુધારા બિલ પસાર થવા અંગે પ્રશંસા કરી
PIB Ahmedabad, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સંસદ દ્વારા આજે કામદાર સુધારા બિલ પસાર કરવામાં આવતા પ્રશંસા કરી છે.
શ્રેણીબદ્ધ ટ્વિટમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે, “સંસદ દ્વારા લાંબા સમયથી અને રાહ જોવાતા કામદાર સુધારા પસાર કરવામાં આવ્યા છે. આ સુધારા આપણા મહેનતુ કામદારોની સુખાકારીને સુનિશ્ચિત કરશે અને આર્થિક વિકાસને વેગ આપશે. તે ‘મિનિમમ ગવર્નમેન્ટ, મેક્સિમમ ગવર્નન્સ’ નાં ઝળહળતા દ્રષ્ટાંતો પણ છે.
નવી શ્રમ સંહિતા લઘુત્તમ વેતન અને વેતનની સમયસર ચુકવણીને વૈશ્વિક બનાવે છે અને કામદારોની વ્યવસાયિક સલામતીને પ્રાધાન્ય આપે છે. આ સુધારા વધુ સારું કાર્યકારી વાતાવરણ બનાવવામાં ફાળો આપશે, જે આર્થિક વિકાસની ગતિને વેગ આપશે.
કામદાર સુધારા ‘ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ’ સુનિશ્ચિત કરશે. ‘આ પાલન, અમલદારશાહી અને ‘ઇન્સ્પેક્ટર રાજ’ ઘટાડીને સાહસોને સશક્ત બનાવવા માટે ભાવિ કાયદા છે. આ સુધારણા માટે ટેક્નોલોજીની શક્તિને પણ વધુ વિકસિત કરશે જે ઉદ્યોગો અને કામદારો ને પણ સશક્ત બનાવશે.”