Western Times News

Gujarati News

કામના પાઠક અને ઝહરા  &TV પર હપ્પુ કી ઉલટન પલટનના સેટ્‌સ પર મજેદાર સમય વિતાવે છે

હપ્પુ કી ઉલટન પલટનમાં નિયમિત શૂટ કરતી અભિનેત્રી કામના પાઠકને બાળકોના નાના લશ્કરની રીલ લાઈફની માતા બનવા માટે ૬ મહિના લાગ્યા છે. અમુક અભિનેત્રી જૂની ઘરેડની માતાની ભૂમિકા ભજવવા માટે ડરે છે ત્યારે કામનાએ આ પાત્ર અને અનુભવને બંને હાથ ખુલ્લા રાખીને આવકાર આપ્યો. મહિનાઓ વીતવા સાથે અભિનેત્રીનો રોમાંચ હવે સતત ચાલુ છે.

દરોગા હપ્પુ સિંહની યુવા સાહસિક પત્ની અને ૯ તોફાની બાળકોની માતાની ભૂમિકા ભજવતી કામના માને છે કે આ બાળકો સાથે સેટ્‌સ પર ક્યારેય કંટાળો આવતો નથી. તેમની રોજની સ્કૂલની સમસ્યાઓ સાંભળવાથી લઈને તેમની ઘેરી ગોપનીયતાઓ છુપાવતી માસી બનવા સુધી કામના તેમને માટે ફ્રેન્ડ, મોટી બહેન અને મલ્ટીટાસ્કિંગ પણ છે.

મને સેટ પર બાળકો કામના દીદી તરીકે બોલાવે છે. આમ છતાં તેમની સાથે સંબંધો તેની પાર છે. આ બાળકોની માતા હોઉં તેવું મહેસૂસ થવા લાગ્યું છે અને અમુક વાર તેમની નિર્દોષ વાર્તાઓ સાંભળીને મારા ચહેરા પર હાસ્ટ ફરી વળે છે અને મારો દિવસ સુધરી જાય છે. મોટા ભાગના વાલીઓ સેટ્‌સ પર તેમના બાળકોની સંભાળ માટે મારી પર વિશ્વાસ રાખે છે અને બાળકો બરોબર ખાઈ એવું તેઓ ચાહતા હોય છે, જે કામ હું અચૂક કરું છું.

આરંભમાં આ પાત્રને જીવંત કઈ રીતે કરી શકાશે તે બાબતે મને અવઢવ હતી, પરંતુ આ બાળકોએ આ ભૂમિકા ભજવવાનું મારે માટે અત્યંત આસાન બનાવી દીધું છે, એમ કામના કહે છે.

સર્વ સહકલાકારોમાં કામનાને બાળ કલાકાર ઝહરા સેઠજીવાલા સાથે વધુ લગાવ છે, કારણ કે બંને વચ્ચે વિશેષ ઈન્દોરી જોડાણ છે અને સ્થળ અને ખાદ્યો સાથે તેમની વચ્ચે સામ્યતા છે. આ વિશે બોલતાં તે કહે છે, ઝહરા વચ્ચે ૧૦ વર્ષની ઉંમરનું અંતર હોવા છતાં અમારી વચ્ચે ઘણી બધી બાબતોમાં સામ્યતા છે. તે મને સીન કે સ્થિતિ તરફ જોવા માટે અલગ અલગ પરિપ્રેક્ષ્ય આપે છે. અમને બંનેને સંગીત અને નૃત્યમાં રુચિ છે. હાલમાં જ તાલીમબદ્ધ ડાન્સર ઝહરાએ મારા ભાઈનાં લગ્ન માટે મારા ડાન્સના એક નંગની કોરિયોગ્રાફી કરવામાં મને મદદ કરી હતી. અમે ઈન્દોર જવા પૂર્વે ઘણા સપ્તાહ સુધી રિહર્સલ કર્યું હતું.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.