કામની વ્યસ્તતાના કારણે ધનુષ-ઐશ્વર્યા અલગ થયાની ચર્ચા
મુંબઈ, સાઉથ સ્ટાર ધનુષ અને તેની ડિરેક્ટર પત્ની ઐશ્વર્યા રજનીકાંતે સોમવારે સોશિયલ મીડિયા પર ૧૮ વર્ષના લગ્નજીવન બાદ અલગ થવાના ર્નિણયની જાહેરાત કરી હતી. તેમના ર્નિણયનું માન જાળવવાની ફેન્સ અને મિત્રોને વિનંતી કરતા, કપલે પ્રાઈવસી જાળવવા માટે પણ કહ્યું હતું.
ફેન્સ માટે આ સમાચાર આંચકા સમાન હતા તો તેના મિત્રોને પણ નવાઈ લાગી હતી. અટકળો તેવી ચાલી રહી છે કે, ધનુષ અને ઐશ્વર્યાના વ્યક્તિગત જીવનની પસંદગીઓ સાથે જાેડાયેલા કામનું વ્યસ્ત શિડ્યૂલ તેમના લગ્નજીવનના માર્ગમાં આડે આવ્યું હોય તેવી શક્યતા છે.
ઈન્ડિયા ટુડે ડોટ ઈનના રિપોર્ટ પ્રમાણે, ‘ધનુષ વર્કોહોલિક છે. જે લોકો તેમને ઓળખે છે, તેઓ સારી રીતે જાણે છે કે તે કોઈ પણ બાબત પહેલા તેના કામને રાખે છે. તેવા ઘણા કિસ્સાઓ છે, જ્યારે તેના વર્ક કમિટમેન્ટે તેના પારિવારિક જીવન પર અસર કરી હોય, જેમ કે શહેરોની વચ્ચે ટ્રાવેલિંગ અને આઉટડોર ફિલ્મ શૂટ. એક રિપોર્ટ પ્રમાણે, ધનુષ અને ઐશ્વર્યાના કેટલાક મિત્રોએ જણાવ્યું હતું કે, તેઓ તેમની વ્યક્તિગત પસંદગીઓના કારણે અલગ થઈ રહ્યા છે.
એક્ટર ઘણા પ્રોજેક્ટ સાઈન કરી રહ્યો હોવાના પરિણામ રૂપે કપલ એકબીજા સાથે ભાગ્યે જ સમય પસાર કરી શકતું હતું. ઐશ્વર્યાએ પણ આધ્યાત્મિકતામાં સમય પસાર કરવાનું શરૂ કર્યું હતું. તેમના લગ્નમાં ઘણી તકલીફ હતી. તેથી અલગ થવાની તેમની જાહેરાત જેઓ તેમને સારી રીતે ઓળખે છે તેમના માટે સરપ્રાઈઝ સમાન હતી, તેમ સૂત્રોએ જણાવ્યું હતું.
નામ ન જણાવવાની શરતે અન્ય એકે ખુલાસો કર્યો હતો કે લોકડાઉને તેમને તેમના લગ્ન કયા તબક્કામાં છે તેનો રિવ્યૂ કરવામાં મદદ કરી હતી. ઐશ્વર્યાનો યોગાસન, એક્સર્સાઈઝ તેમજ આધ્યાત્મિકતા તરફ વધારે ઝુકાવ છે. આ તબક્કામાં તેના માટે પરિણીત રહેવું એ હવે કોઈ જરૂરિયાત અથવા પ્રાથમિકતા નથી. રજનીકાંતની દીકરી ઐશ્વર્યા અને ધનુષે ૧૮ નવેમ્બર, ૨૦૦૪માં લગ્ન કર્યા હતા. બંનેને યાત્રા રાજા અને લિંગા રાજા એમ બે દીકરાઓ પણ છે.SSS