કામરેજ માં ૩૦ મિનિટના વરસાદે પ્રિ-મોન્સૂન કામગીરીની પોલ ખોલી
૩૫ જેટલી સોસાયટીના રહીશોને ભારે મુશ્કેલી વેઠવાનો વારો ઘૂંટણસમા પાણી ભરાઇ ગયા હતા
સુરત ,સુરત જિલ્લાના કામરેજ તાલુકામાં માત્ર ૩૦ મિનિટના વરસાદે પ્રિ-મોન્સૂન કામગીરીની પોલ ખોલી નાખી. હાઇવેને અડીને આવેલા સર્વિસ રોડ પર ઘૂંટણસમા પાણી ગયા. જેને કારણે ૩૫ જેટલી સોસાયટીના રહીશોને ભારે મુશ્કેલી વેઠવાનો વારો ઘૂંટણસમા પાણી ભરાય ગયા હતા.
હવામાન વિભાગ ની દક્ષિણગુજરાતમાં ૫ દિવસની આગાહીને પગલે સુરત જિલ્લાના તમામ તાલુકાઓમાં આજે ૧૯ જૂને વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે. સુરતના કામરેજ ચાર રસ્તા વિસ્તારમાં સવારે ૬.૦૦ વાગ્યા થી ૧૨.૦૦ વાગ્યા સુધીમાં લગભગ ૧૮ એમ.એમ જેટલો વરસાદ વરસ્યો હતો. જાેકે માત્ર ૧૮ એમ.એમ.વરસાદમાં જ કામરેજ વિસ્તારમાં પ્રિ મોન્સૂન કામગીરીની પોલ ખોલી નાખી હતી.
કામરેજ હાઇવેને અડીને આવેલા સર્વિસ રોડ પર ઘૂંટણસમા પાણી ભરાય ગયા હતા. દર વર્ષે કામરેજ ચાર રસ્તા વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાતી રહે છે. સર્વિસ રોડની આસપાસ આવેલી મારુતિનગર, ગોકુલનગર, ગુરુકૃપા સહિતની ૩૫થી વધારે સોસાયટીના ૮૦૦૦થી વધુ રહીશોને સર્વિસ રોડ પણ પાણી ભરાઈ જવાના કારણે ભારે હાલાકીનો સામનો કરવો પડે છે.
સ્થાનિકો દ્વારા પાણી ભરાવાને લઈ હાઇવે ઓથોરિટી,કામરેજ ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત તેમજ સુરત અર્બન ડેવલોપમેન્ટ ઓથોરિટીમાં વારંવાર રજુઆત કરી ચુક્યા છે. પરંતુ પ્રશાસનની આંખ આડા કાન કરવાની નીતિને કારણે ૮૦૦૦ લોકો હાલાકીનો ભોગ બની રહ્યા છે.SS3KP