કામ્યા પંજાબી પાણીપુરીની લારીએ ૧ લાખ ભરેલું પરબીડિયું ભૂલી ગઈ
મુંબઈ, વ્યસ્ત સ્થળ પર જાે તમે કંઈ ભૂલી જાઓ, તો ભાગ્યે જ તમને તે પાછું મળે છે અને જાે કે વસ્તુ કિંમતની હોય તો તે પરત મેળવવાની શક્યતાઓ એકદમ ઓછી થઈ જાય છે. પરંતુ અમુક વખતે તમે ખરેખર નસીબદાર સાબિત થઈ શકો છે અને ટીવી એક્ટ્રેસ કામ્યા પંજાબી તેનું ઉદાહરણ છે.
એક્ટ્રેસ હાલમાં ઈન્દોર ગઈ હતી, જ્યાં તે પાણીપુરીની લારીએ ૧ લાખ રૂપિયા ભૂલી ગઈ હતી. જાે કે, તેના નસીબ સારા હતા કે પાછા મળી ગયા. એક્સક્લુઝિવ વાતચીત કરતાં કામ્યા પંજાબીએ જણાવ્યું હતું કે ‘ઈવેન્ટ માટે હું રવિવારે ઈન્દોર ગઈ હતી.
પરત ફરતી વખતે મારા મેનેજરે મને છપ્પન દુકાનમાં એક સ્થળની માહિતી માહિતી આપી હતી, જ્યાં એક વ્યક્તિ અદ્દભુત પાણીપુરી બનાવે છે.
ઈન્દોર ચાટ માટે ફેમસ છે, તેથી હું પોતાને રોકી શકી નહોતી અને ટ્રાય કરવાનું નક્કી કર્યું હતું. મારી પાસે એક પરબીડિયું હતું જેમાં એક લાખ રૂપિયાની રોકડ હતી. તેથી, મેં પાણીપુરી ખાતી વખતે તે દુકાનના ટેબલ પર મારુંમાં મૂક્યું હતું. પાણીપુરી ખાવામાં અને તે જગ્યાની તસવીરો લેવામાં એટલી મગ્ન થઈ ગઈ હતી કે ત્યાં જ પરબીડિયું ભૂલી ગઈ હતી’, તેમ તેણે ઉમેર્યું હતું.
જ્યારે કામ્યા પંજાબી હોટેલ પહોંચી ત્યારે તેની પાસે પરબીડિયું ન હોવાનો અહેસાસ થયો હતો અને તે પાણીપુરીની દુકાન પર જ ભૂલી ગઈ હોવાનું યાદ આવ્યું હતું. ‘મારો મેનેજર તરત જ ત્યાં ગયો હતો. હું તણાવમાં આવી ગઈ હતી અને પરત મળે તેવી આશા રાખતી હતી.
હું વિચારતી હતી કે જાે મને પરબીડિયું મળી ગયું તો ખરેખર નસીબનો આભાર માનીશ, કારણ કે તે વ્યસ્ત સ્થળ હતું. મારો મેનેજર ત્યાં ગયો હતો અને હું જ્યાં તે છોડીને આવી હતી ત્યાં જ પડ્યું હતું. તેણે પાણીપુરીની દુકાનના માલિક દિનેશ ગુજ્જર સાથે વાત કરી હતી અને પરત લીધું હતું. હું ખુશ થઈ હતી અને કેવી રીતે રિએક્ટ કરવું તે ખબર નહોતી પડતી કારણ કે મને ખાતરી હતી કે તે ત્યાંથી નહીં મળે.
આવું કંઈક થવું તે અદ્દભુત અને આશ્ચર્યજનક છે. મને લાગે છે કે ઈન્દોરના લોકો ખરેખર સારા છે’, તેમ કામ્યા પંજાબીએ કહ્યું હતું. વર્ક ફ્રંટની વાત કરીએ તો, કામ્યા પંજાબી છેલ્લે સીરિયલ ‘શક્તિઃ અસ્તિત્વ કે અહેસાસ કી’માં છેલ્લે જાેવા મળી હતી. જેમાં રુબિના દિલૈક, વિવિયેન ડિસેના, સિમ્બા નાગપાલ અને જીજ્ઞાસા સિંહ જેવા કલાકારો હતા.SS1MS