Western Times News

Gujarati News

કામ કર્યા વગર બેસી રહેતા વ્યક્તિઓ આળસુ-એદી બનતાં જિંદગી નિરસ લાગે છે

પ્રતિકાત્મક

પ્રવૃત્તિમય બની રહો: આ દુનિયામાં વિવિધ પ્રકૃતિ ધરાવતી વ્યક્તિઓ વસતી હોય છે. અમુક લોકોને કાર્યશીલ બની રહેવું ગમે છે તો અમુક લોકોને કોઇ પણ કાર્ય કર્યા વગર પડી રહેવું ગમતું હોય છે.

કામ કર્યા વગર બેસી રહેવું કે પડી રહેવું તેવી વ્યક્તિઓ આળસુ-એદી બની જતાં તેમને પોતાની જિંદગી નિરસમય લાગે છે અને તેઓ ખોટા કે ખરાબ વિચારો રૂપી ચાદરમાં આળોટતા પોતાનું કે બીજાનું નુકસાન કરતા રહેતા હોય છે.

નવરો નખોદ વાળે. જે વ્યક્તિ કામધંધા વિનાનો રહેતો હોય છે તે ખોટા માર્ગે ચડી પણ જઇ શકે છે. કેટલાંક લોકો કામ વગર મોબાઈલ ફોન લઈને કલાકો સુધી બેસી રહે છે. જેના કારણે તેનામાં આળસ ચઢી જાય છે, કોઈ કામ ચીંધે તો ગુસ્સો આવી જાય છે.

કહે શ્રેણુ આજ, આ ભવ મળ્યો છે માનવ ભવનો, જેમા કરવા મળે વિવિધ પ્રવૃત્તિ, કરી શકાય એકલા કે લોકો સાથે મનગમતી પ્રવૃત્તિ. પરોવો મન પ્રવૃત્તિમાં દિલથી, તો બની જાશે તુજ મન પ્રફુલ્લિત, કરશો કોઇ પ્રવૂત્તિ, તો મીઠી નિંદર આવીને બની જાશે મધુર રાત.

પ્રવૃત્તિમાં વ્યસ્ત રહેતી વ્યક્તિ માનસિક તથ શારીરિક રીતે તંદુરસ્ત હોય છે. તે વ્યક્તિ કાર્યશીલ બની રહેતાં તથા તેના મનમાં પ્રવૃત્તિના વિચારો રમતા હોવાથી કંટાળા રૂપી ખાઈમાં ડૂબી ન જતા આનંદિત રૂપી તળાવમાં તરતો રહેતો હોય છે.
પ્રવૃત્તિમાં રાચતા માનવીનો સમય ક્યાં પસાર થઇ જાય છે તે ખબર તેને પણ પડતી નથી.

રસપ્રદ કાર્યના વિચારોમાં મશગુલ રહેવાથી તેનું મન હરહમેંશ પ્રવૃત્તિમય રહેતા તેની માનસિક ભૂખ મટે છે તથા તે કાર્યશીલ રહેવાથી શારીરિક કે માનસિક થકાવટથી તેને નિંદર પણ સરસ આવે છે જેથી બીજે દિવસે ઉઠતાં તે તાજઞી અનુભવતો હોય છે.

કહે શ્રેણુ આજ, બની જાઓ પ્રવૃત્તિમય, મળે માસિક શાંતિ તુજને, કરી વિવિધ મન-ગમતી પ્રવૃત્તિ, મળે શારીરિક તંદુરસ્તી તુજને. બેસી ન રહો, પડી ન રહો કે ન થાઓ હતાશ કદી, બની જાશો ન’કર આળસુ-એદી કે નિરાશ હરઘડી.

પોતાનો રોજિંદો કાર્યક્રમ કર્યા બાદ પણ આરામ કરતા અથવા પોતાને ગમતી ઇત્તર પ્રવૃતિ કરતા અથવા સામાજિક કાર્ય કરતા કે ધરમ-ધ્યાન કરતાં પ્રવૃત્તિમય બની રહેતા તેનું મન પ્રફુલ્લિત રહેતું હોય છે.

માનવી નિવૃત થતા પ્રવૃત્તિ ન કરી શકે તેવું છે જ નહિ. પરંતુ અમુક લોકો નિસાસા નાખીને કહેતાં હોય છે કે હવે બેસી રહીને કે પડી રહીને સમય પસાર કરવો બહું અઘરો લાગે છે. તેઓને મન આજ સુધી તેઓએ ઘણું જ કામ કર્યું હોવાથીતથા હવે બીજુ નવું કામ કરવાનું મન થતું ન હોવાથી હવે આરામની જરૂરત લાગતી હોય છે.

એમ કરીને તેવી વ્યક્તિઓ આળસુ-એદી બનીને પડી રહેતા હોય છે અથવા બપોરે ટી. વી. પર આવતાં કાર્યક્રમો જાેવા, આરામ કરવો કે પાડોશીઓ જાેડે નિંદા-કૂથલી કરીને કે ગામગપાટા મારીને સમય પસાર કરતા હોય છે.

કહે શ્રેણુ આજ, પ્રવૃત્તિ જ છે રામબાણ ઇલાજ હતાશાનો, બની રહેશે શીશુથી માંડીને બુઝુર્ગ જાે કાર્યશીલ
બની ન રહો નિષ્ક્રિય જિંદગીમાં, ન’કર લાગશે જીવન કંટાળાજનક, ડૂબી જાશો ખોટા વિચારોમાં અથવા બની જાશો ગુનાહિત માનસ.

નિવૃત્ત માનવી પાસે ફુરસદનો સમય હોવાથી તે રસપ્રદ, હેતુલક્ષી, નક્કર તથા બૌધિક કાર્યો કરીને પોતાનું તન તથા મન તાજગી અનુભવી શકે છે. નિવૃત્ત માનવી જાે મનમાં ધારે તો વિવિધ પ્રવૃત્તિઓમાંથી પોતાની મન-ગમતી પ્રવૃત્તિ કરી શકે છે જેમ કે બાગકામમાંપ્રવૃત રહેવાથી,

ચાલવાથી કે દોડવાથી, રમત-ગમતમાં ભાગ લેવાથી કે જાેવાથી, વાંચનાલયમાં જઇ સાહિત્યનું વાંચન કરવાથી અથવા લેખન કરવાથી, સમાજસેવા કરવાથી કે વ્યવહારિક કાર્ય કરવાથી, પોતાને કાર્યક્ષેત્રમાં માનદ્‌ સેવા આપવાથી અથવા વરિષ્ઠ નાગરિકો જાેડે ચર્ચા વિચારણા કરવાથી અથવા પોતાના વિચારો આદાન-પ્રદાન કરવાથી, પ્રવચનો સાંભળવાથી કે
ટી. વી. કે રેડિયો પર આવતા સારા કાર્યક્રમો જાેવાથી કે સાંભ્ળવાથી તથા નિસર્ગ નિહાળવાથી, યોગા કે કસરત કરવાથી ફાયદાકારક બની રહે છે.

કહે શ્રેણુ આજ,  જિંદગી છે ચાર દિવસની, કરો કોઇ ને કોઇ મન-ગમતી પ્રવૃતિ, બની જાશે મન પ્રફુલ્લિત અને બની જાશે જિંદગી રસમય. રડતા રહેશો જીવનભર તો લોકો હરખાશે તુજ વિદાય બાદ, હસતા રહો,હસાવતા રહો, યાદ કરશે લોક તુજ વિદાય બાદ.

આજે મળેલો માનવ ભવ હવે પછી ક્યારે પાછો મળશે તેની કોઇને પણ ખબર નથી તેથી મળેલા માનવ ભવનો પૂરેપૂરો ફાયદો માનવીએ ઉઠાવવો જ જાેઇએ. સમય અટકતો નથી કે ભવિષ્યમાં અટકવાનો પણ નથી જેથી સમયનો સદ્‌પયોગ કરવા માનવીએ વિવિધ પ્રવૃતિઓમાંથી પોતાની પસંદગીની પ્રવૃત્તિ કરાતા પોતાને ફાયદો તથા બીજાને પણ લાભ મળી શકે છે.

નિવૃત્ત રહેવાથી પોતાનો સમય વેડફાઇ જાય છે અને સમય વેડફાયાની જાણ થતાં ઘણું મોડું થઇ ગયું હોય છે જેથી સમયનો સદ્‌પયોગ કરવા પ્રવૃત્તિમય બની રહો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.