કામ ન મળવા છતાં પણ ટકી રહ્યા પવન મલ્હોત્રા
પવન મલ્હોત્રાની દમદાર એક્ટિંગ છતાં કામ નહોતું મળતું
જબરદસ્ત એક્ટિંગ પરફોર્મન્સ કર્યું હોવા છતાં ઘણાં ફિલ્મમેકર્સે પવન મલ્હોત્રાને પોતાની ફિલ્મમાં તક આપી નહોતી.
મુંબઈ, ૬૩ વર્ષીય બોલિવૂડ એક્ટર પવન મલ્હોત્રાએ ભલે અત્યાર સુધીમાં ઓછી ફિલ્મો કરી હોય પણ તેમનું એક્ટિંગ પરફોર્મન્સ દમદાર જાેવા મળ્યું છે. દિલ્હીમાં તારીખ ૨ જુલાઈ, ૧૯૫૮ના દિવસે જન્મેલા એક્ટર પવન મલ્હોત્રાએ દૂરદર્શનના જમાનામાં ‘નુક્કડ’ નામના ટીવી શૉથી એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. બાળપણથી જ એક્ટિંગમાં રુચિ ધરાવતા એક્ટર પવન મલ્હોત્રાએ ઘણાં નાટકોમાં કામ કર્યું હતું.
આખરે એક્ટર બનવા માટે પવન મલ્હોત્રા પિતાનો બિઝનેસ છોડીને દિલ્હીથી મુંબઈ આવી ગયા. મુંબઈ આવીને પવન મલ્હોત્રાને ટીવી શૉ ‘યે જાે હે ઝિંદગી’માં અસિસ્ટન્ટ તરીકેનું કામ કરવાની તક મળી. પરંતુ, આ કામ માટે એટલા ઓછા પૈસા મળતા હતા કે ભાડું ભરવા અને બે ટાઈમના ભોજનની વ્યવસ્થા કરવામાં મુશ્કેલી નડી રહી હતી. તેમ છતાં પવન મલ્હોત્રાએ પિતા પાસેથી એકપણ રૂપિયો ના માગ્યો અને મુંબઈમાં સંઘર્ષ ચાલુ રાખ્યો.
એક ઈન્ટરવ્યુમાં પવન મલ્હોત્રાએ જણાવ્યું હતું કે ‘મેં પિતા પાસે એકપણ રૂપિયા માગ્યો નહીં અને પૈસા કમાવા માટે બ્રેડ વેચવાથી માંડીને ગાયોને ચારો ખવડાવાનું પણ કામ કર્યું હતું.’ પવન મલ્હોત્રાએ પોતાના એક્ટિંગ કરિયરમાં ઘણાં રિજેક્શનનો સામનો કર્યો છે. હિટ શૉ ‘નુક્કડ’ અને નેશનલ એવોર્ડ વિજેતા ફિલ્મ ‘સલીમ લંગડે પે મત રો’માં જબરદસ્ત એક્ટિંગ પરફોર્મન્સ કર્યું હોવા છતાં ઘણાં ફિલ્મમેકર્સે પવન મલ્હોત્રાને પોતાની ફિલ્મમાં તક આપી નહોતી. તેમ છતાં પવન મલ્હોત્રાએ ક્યારેય હિંમત ના હારી.
એકવખત દિગ્ગજ એક્ટર અમરીશ પુરીએ પવન મલ્હોત્રાને જમવા માટે બોલાવ્યો હતો અને કહ્યું હતું કે તું સરસ એક્ટર છે જેથી તું એક્ટિંગના ક્ષેત્રમાં લાંબા સમય સુધી ટકી રહીશ. ક્યારેય થાકતો નહીં અને સતત પ્રયાસ કરતો રહેશે. એક દિવસ લોકો તારા કામને નોટિસ કરશે. પવન મલ્હોત્રાના કરિયરમાં ત્યારે વળાંક આવ્યો કે જ્યારે અનુરાગ કશ્યપની ૨૦૦૪માં આવેલી ફિલ્મ ‘બ્લેક ફ્રાઈડે’માં ટાઈગર મેમણનો રોલ કર્યો. આ રોલથી દર્શકોએ જાણ્યું કે પવન મલ્હોત્રા ખૂબ જ ટેલેન્ટેડ એક્ટર છે. પવન મલ્હોત્રા હાલમાં જ ઓટીટી પર આવેલી વેબ સિરીઝ ‘ટબ્બર’ અને ‘ગ્રહણ’માં જાેવા મળ્યા છે.
પવન મલ્હોત્રાની જાણીતી ફિલ્મો બાઘ બહાદુર, સલીમ લંગડે પે મત રો, પરદેસ, બ્લેક ફ્રાઈડે, જબ વી મેટ, દિલ્હી-૬, રોડ ટૂ સંગમ, ભાગ મિલ્ખા ભાગ, રુસ્તમ વગેરે છે જ્યારે પવન મલ્હોત્રાના જાણીતા ટીવી શૉ નુક્કડ, આહટ, સીઆઈડી, સર્કસ, ઝમીન આસમાન વગેરે છે. વર્ષ ૧૯૯૮માં આવેલી ફિલ્મ ફકિર અને ૨૦૦૩માં આવેલી તેલુગુ ફિલ્મ ઐથેમાં એક્ટિંગ માટે પવન મલ્હોત્રાને નેશનલ એવોર્ડ મળ્યો છે.sss